વિસાવદર નગરપાલિકાના કમૅચારીઓ ચાલુ નોકરીએ ગાયબ જ રહે છે
વિસાવદર નગરપાલિકાના કમૅચારીઓ ચાલુ નોકરીએ ગાયબ જ રહે છેવિસાવદર નગરપાલિકાના કમૅચારીઓ ચાલુ નોકરીએ આરામથી મન ફાવે ત્યારે આવે છે અને કોઈપણ સિસ્ટમમાં બંધ બેસતા નથી અરજદારોની સમસ્યાઓ સાંભળવા કે કોઈ માહિતી માટે નગરપાલિકાની મુલાકાત લેવામાં આવે તો મુખ્ય સાહેબ કોટૅની તારીખમાં છે અને કમૅચારીઓ રિસેસમા છે એવા જવાબો મળે છે.અધિકારીઓ કોઈપણ જાતનું સમયપાલન કરતા જ નથી.કાર્યાલય સમયનું કોઈ જાતનું બોડૅ નથી.કેટલા કમૅચારીઓ છે અને ક્યારે ભરતી થઈ તે અંગે કોઈ જાતની મૂળભૂત માહિતી જ મળતી નથી.હાજરી પત્રક નિભાવવા માટે કોઈ તશ્દી લેવામાં આવતી નથી.ખુલ્લા ખેતરમાં જેમ ઢોર મનફાવે ત્યારે આવે અને મનફાવે ત્યારે ચાલ્યા જાય એવી પરીસ્થીતી જોવા મળી છે.કોઈ જાતની લગામ વગર ચાલતી આ નગરપાલિકા રામભરોસે ચાલતા તંત્ર જેવી છે.વહીવટી પ્રક્રિયાઓમાં મસમોટા કૌભાંડોના આક્ષેપો સાથે આજે કમૅચારીઓ પણ કામચોરીનો ગુણ ધરાવતા હોય એવું લાગે છે.
રિપોર્ટ મુકેશ રીબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.