આ સિક્રેટ રેસિપીથી ઘરે બનાવો ‘બાજરીના થેપલા’, વરસાદી માહોલમાં ખાવાની મજા આવશે
વરસાદની સિઝનમાં થેપલા, વડા જેવી વાનગીઓ ખાવાની બહુ જ મજા આવે છે. આ સિઝનમાં બાજરીના રોટલા, સુખડી પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે બાજરીના લોટમાંથી ટેસ્ટી થેપલા કેવી રીતે બનાવશો..
સામગ્રી
એક વાટકી બાજરીનો લોટ
અડધી વાટકી ઘઉંનો લોટ
ઝીણી સમારેલી મેથી
આદુ
મરચાની પેસ્ટ
લસણની પેસ્ટ
તલ
અજમો
ખાંડ
દહીં
હળદર
હિંગ
મીઠું
શેકવા માટે તેલ
બનાવવાની રીત
બાજરીના લોટમાંથી થેપલા બનાવવા માટે સૌ પ્રથમ મેથી બે વાર પાણીથી ધોઇ લો અને પછી ઝીણી સમારીને કોરી કરી લો.
ત્યારબાદ મિક્સરમાં લસણ, આદુ-મરચાની પેસ્ટ તૈયાર કરી લો.
હવે લોટ બાંધવાનો થાળ લો અને એમાં બાજરી અને ઘઉંનો લોટ મિક્સ કરો.
ત્યારબાદ આ લોટમાં હળદર, મીઠું, આદુ, મરચા-લસણની પેસ્ટ, અજમો, તલ, હિંગ, ખાંડ નાંખીને આ લોટને બરાબર મિક્સ કરી લો.
હવે થોડુ-થોડુ દહીં નાંખીને લોટ બાંધતા જાવો.
લોટ બંધાઇ જાય એટલે એને 15 થી 20 મિનિટ માટે એને ઢાંકીને મુકી રાખો.
ઘણા લોકો લોટ બાંધીને તરત જ થેપલા વણવાના શરૂ કરતા હોય છે. જો કે આમાં તમારે એવું કરવાનું નથી.
હવે લોટમાંથી ગુલ્લા બનાવો અને તમારા મનગમતા આકારમાં વણો.
આ બધી પ્રોસેસ થઇ જાય પછી ગેસ પર તવી ગરમ કરવા માટે મુકો.
તવી ગરમ થઇ જાય એટલે થેપલાને એમાં મુકો અને આજબાજુ તેલ નાંખો.
આછા બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં લઇ લો.
તો તૈયાર છે બાજરીના થેપલાં
મોટાભાગના લોકો આ થેપલાનો લોટ પાણીથી બાંધતા હોય છે, જેના કારણે ટેસ્ટ સારો લાગતો નથી. પણ જો તમે સિક્રેટ ટિપ્સ એટલે કે દહીં અને એક લીંબુનો રસ નાંખીને લોટ બાંધો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.