ભચાઉ મધ્યે કિશોરીઓ ને આરોગ્ય શિક્ષણ અપાયું
આજ રોજ તારીખ ૧૫ મે ના ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ ના ભટ પાળિયા વિસ્તાર માં એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી.
જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી ટી.એચ.વી. ચેતનાબેન જોશી, એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, એમ.ટી.એસ. કૌશિક સુતરિયા, એમ.પી.એચ.ડબલ્યું ભારમલ ડાંગર, ભાવેશ ચાવડા, આશા વર્કર પુરીબેન પરમાર હાજર રહ્યા હતા.
જેમાં માસિક ચક્ર તેમજ ન્યુટ્રીશન અને આઈ.એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપવા માં આવી.તેમજ ૨૫ જેટલી કિશોરી ઓનું એચ.બી કરવા માં આવ્યું હતું. જે કિશોરી નું એચ. બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું.વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ અને સ્પર્ધકો ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ.સાથે આરોગ્ય કાર્યકમો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના,આભા આઈ.ડી, રસીકરણ, વાહક જન્ય રોગો મેલેરિયા, ડેંગ્યુ,ચિકનગુનિયા અટકાયતી પગલાંઓ, ટી.બી.અને લેપ્રસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.ડેગ્યું દિવસ અંતર્ગત ડેંગ્યુ અટકાયતી પગલાંઓ નું માર્ગદર્શન આપવામાં આવેલ.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.