રાજકોટ મોટરસાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાંથી અસામાજીક પ્રવુતી સદંતર નેસ્ત નાબુદ થાય તથા આમ જનતાને શાંતી-સલામતીનો અહેસાસ થાય તે હેતુથી ગેરકાયદેસર પ્રવુતિ અટકાવવા સુચના કરેલ હોય, જેમાં મકરસંક્રાતિના દિવસે દેવપરા મેઇન રોડ પર જાહેરમાં અમુક ઇસમો ચાલુ મોટરસાયકલ ઉપર પોતાની તથા રાહદારીઓની જીંદગી જોખમાઇ તે રીતે જોખમી સ્ટંટ કરતા હોય તેવો સોશીયલ મિડીયામાં વિડીયો વાયરલ થયેલ હોય જેથી તેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય. જે અનુસંધાને P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ PSI એમ.એન.વસાવા નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દિલીપભાઈ બોરીચા, અરવિંદભાઇ ફતેપરા, રાજદીપસિંહ જાડેજા, કરણભાઇ કોઠીવાલ નાઓને મળેલ બાતમી આધારે સહકાર મે.રોડ ઘનશ્યામનગર તથા કોઠારીયા મે.રોડ ખોડીયાર હોટેલ પાસેથી વિડીયોમા સ્ટંટ કરતા દેખાતા તમામને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે. BNS કલમ-૨૮૧,૫૪ M.V.ACT ૧૮૪,૧૭૭ (૧) સાગર જગદીશભાઈ મેવાસીયા રહે-સહકાર મે.રોડ ઘનશ્યામ નગર શેરીનં-૮ ના ખુણે રાજકોટ (૨) ઇમ્તીયાઝ ફિરોજભાઇ અજમેરી રહે-રાધાકૃષ્ણનગર વિક્રમ પાન ચોક રાજકોટ (૩) મનીષ હર્ષદભાઇ ડાંગર રહે-રાધાકૃષ્ણનગર શેરીનં-૧૭ રાજકોટ (૪) વસીમ ફિરોજભાઇ શાહમદાર રહે-બાબરીયા કોલોની મે.રોડ મોરારીનગર શેરીનં-૭ રાજકોટ (૫) હિમાલય ભરતભાઇ ગોરસવા રહે-નાડોદાનગર શેરીનં-૬ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
