મોબાઈલ પર ક્રિકેટ સટ્ટો રમતો આધેડ પકડાયો
આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમીને અમીર થઈ જવાના સ્વપ્ન સેવનારા લોકોનો કોઈ જ તૂટો નથી. રાજકોટમાં પણ અત્યારે આઈપીએલ દરમિયાન દરરોજ લાખો-કરોડો રૂપિયાનો સટ્ટો રમાઈ રહ્યો છે પરંતુ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે બુકીઓ અને પંટરો પણ શાણા બની ગયા હોય અવનવા કીમિયા અપનાવી રહ્યા છે.
જો કે સાબદી પોલીસ દ્વારા કોઈ પણ ભોગે પંટરોને પકડવામાં આવી રહ્યા છે ત્યારે આવું જ એક પંટર રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસેથી મળી આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ વિજય મેતા દ્વારા રેલનગરમાં મહર્ષિ અરવિંદ ટાઉનશિપ પાસે આવેલી કર્ણાવતી સ્કૂલ સામે ઉભા રહીને મોબાઈલમાં શંકાસ્પદ હરકત કરી રહેલા દીપક નટવરલાલ પોપટ (ઉવ.43, રહે.સેફ્રોન એલીગન્સ એપાર્ટમેન્ટ)ની અટકાયત કરી તેના મોબાઈલની તલાશી લેતાં તેમાંથી બેટબોલ247 ડોટ કોમ નામનું આઈડી મળી આવ્યું હતું
જેમાં તે લખનૌ-ચેન્નાઈ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. ક્રિકેટ સટ્ટા ઉપરાંત દીપક એ જ આઈડીમાં 20-20 તીનપત્તી-બી નામની જુગાર ગેઈમ પણ રમી રહ્યો હતો. આ પછી પોલીસે દીપક પોપટની ધરપકડ કરી તેનો મોબાઈલ કબજે કર્યો છે. દીપકને સટ્ટો રમવા માટે બેટબોલ247 ડોટ કોમ નામનું આઈડી કયા બુકીએ આપ્યું તેની પણ તપાસ ચાલી રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.