**સંજેલી ડોક્ટર શિલ્પન મેમોરિયલ હાઇસ્કૂલ ખાતે ૧૦મા તબક્કાનો સેવા -સેતુ કાર્યક્રમ ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતાએ યોજાયો ** પ્રતિનિધિ.અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

**સંજેલી ડોક્ટર શિલ્પન મેમોરિયલ હાઇસ્કૂલ ખાતે ૧૦મા તબક્કાનો સેવા -સેતુ કાર્યક્રમ ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતાએ યોજાયો ** પ્રતિનિધિ.અલ્પેશભાઈ કટારા સંજેલી


**સંજેલી ડોક્ટર શિલ્પન મેમોરિયલ હાઇસ્કૂલ ખાતે ૧૦મા તબક્કાનો સેવા -સેતુ કાર્યક્રમ ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતાએ યોજાયો **

સંજેલી તાલુકાનો ૧૦મા તબક્કાનો સેવા-સેતુ કાર્યક્રમ ડોક્ટર શિલ્પન મેમોરિયલ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો જેમા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, સંજેલી તા.પંચાયત પ્રમુખ શ્રીમતિ. અરુણાબેન પલાસ, તા.વિ. અધિકારીશ્રી,તા- મામલતદારશ્રી પોલીસ ઇન્સ્પેકટર સંજેલી,તા.પંચાયત, મામલતદાર કચેરીના વિવિધ વિવિધ ખાતાકીય અધિકારીઓ,કર્મચારીઓ,વનસંરક્ષક કર્મચારીઓ, સંજેલી સરપંચશ્રી મનાભાઇ ચારેલ,તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સદસ્યો, મેડિકલ ઓફિસર, સંજેલી તાલુકાના ગ્રામજનો,વડીલો,આગેવાનો જનપ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામા જન સેતુ કાર્યક્રમમા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો આરંભ કરવામા આવ્યો સેવા સેતુ કાર્યકમમાં ૨૬ ગામોનો સમાવેશ કરાયો હતો જેમા વિવિધ કાર્યક્રમમો જેવા કે ઇ.-નિમંત્રણ થકી ‌પારદર્શી- પ્રશાશન સહિત કટિબદ્ધ વહીવટીતંત્ર થકી પ્રજાની લાગણી. માગણી.અપેક્ષા પુર્ણ કરવા તેમજ સરકારશ્રીની યોજનાઓના લાભ સહાયતા જેવી વિવિધ મુદ્દાઓ ઉપર પ્રજાના
વ્યક્તિગત રજુઆતો સ્થળ પર ઉકેલ કરાઈ તે હેતુસર સેવા- સેતુ કાર્યકમ યોજવામાં આવ્યોહતો.જેમાં સ્થળ પર જ વિવિધ વિભાગવાર સેવાઓ જેમકે આવક -જાતિના દાખલા,રેશનકાર્ડમાં નામ દાખલ/ ઉમેરો/કમી સહિત સુધારો તેમજ ઈ કેવાયસી સહિત આધારકાર્ડને સહિત પી. એમ.જેમાં હેલ્થ ચેકઅપ સેવાઓ તે ઉપરાંત
કૃષિ પંચાયત પશુપાલન સમાજ કલ્યાણ તેમજ આદિ,વિ-વિભાગની વિવિધ યોજનાઓ, બસ. કનસેશન પાસ, ગંગા સ્વરુપા,આર્થિક સહાય યોજના, નિરાધાર વડીલો, વય વંદના, નવીન સહાય સંકટ મોચન યોજના,નવીન વારસાઇ અરજીઓ, તેમજ વિના મુલ્યે. 7/12અને 8/ની નકલ/ જન્મ/ મરણ પ્રમાણપત્ર/લગ્ન નોંધણી/ મિલ્કત આકારણીનાં ઉતારા/ ઘરેલુ નવાં વિજ કનેક્શન, બેન્કીંગ સેવાઓ,પી. એમ. સન્માનિત નિધી,લાભાર્થીનુ. E. KVC જેવી સેવાઓ સેવા સેતુ કાર્યક્રમમા લાભાર્થીઓ આવીને સેવાઓ મેળવી હતી,
ત્યારે આ કાર્યક્રમમા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા સરકારશ્રીની યોજના તેમજ લાભો વિશે લાભાર્થીઓને સમજણ પુર્ણ પાડી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વુક્ષારોપણ કરાયુ હતુ ત્યારે બાદ કર્મચારીઓ સહિત ગ્રામજનોએ માટે ચા- નાસ્તો વ્યવસ્થા કરાતા તે પુર્ણ કરીને સેવા સેતુ કાર્યક્રમની સમાપન કરવામા આવ્યો હતો.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.