*ગઢડાના મોટી કુંડળ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો* - At This Time

*ગઢડાના મોટી કુંડળ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો*


*બાળકના ભવિષ્ય નિર્માણમાં શિક્ષણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે*

- જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન. ટી. ગોહિલ
___________
*ગઢડાના મોટી કુંડળ ગામે ધો.૧ મા ૨૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો*
_________
*ગઢડાના મોટી કુંડળ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો*
___________

માહિતી બ્યુરો, બોટાદ :- રાજ્યભરમાં ચાલી રહેલા ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ત્રીજા અને અંતિમ દિવસે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન. ટી. ગોહિલે ગઢડાના મોટી કુંડળ ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા મહોત્સવ થકી અનેક પ્રકારની કાયાપલટ થઈ છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૭ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ આજે સફળ સાબિત થયો છે. બાળકના ભવિષ્ય નિર્માણમાં શિક્ષણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શિક્ષણની સાથે સાથે કેન્દ્રીય અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા શ્રી ગોહીલે હિમાયત કરી હતી.

જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન. ટી. ગોહિલે શાળામાં પ્રવેશ પામનાર ભૂલકાઓને શાળાની કિટ્સ આપીને સ્વાગત કર્યુ હતું. મોટી કુડળ ગામે ધો. ૧ મા ૨૮ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે ધો.૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી કુંડળ ગામના સરપંચશ્રી અજીતભાઈ જાળીયા, શાળાના આચાર્ય શ્રી જયદિપભાઈ જોગરાણા, શાળાના સ્ટાફગણ, શાળાના બાળકો,ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.