એસટી બસપોર્ટમાંથી આરએમસીના એન્જિનિયરનો મોબાઈલ ચોરાયો - At This Time

એસટી બસપોર્ટમાંથી આરએમસીના એન્જિનિયરનો મોબાઈલ ચોરાયો


એસટી બસપોર્ટ તસ્કરોનું ઘર હોય તેમ ત્યાં પડ્યા પાથર્યા રહે છે અને અવારનવાર તફડંચીને અંજામ આપતાં હોય છે. ત્યારે સાસુને બસમાં મુકવા આવેલા આરએમસીના ઇજનેરે ખિસ્સામાં રાખેલ મોબાઈલ ગઠિયો સેરવી નાસી છૂટતાં એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલ રોડ પર ગાયત્રી શક્તીપીઠની પાછળની શેરીમાં રહેતાં મહેશભાઈ ચંદુલાલ જોષી (ઉ.વ.53) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ મહાનગર પાલીકામાં ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.
ગઈ તારીખ 09/06/2024 ના તેમના સાસુ અઠવાડીયા પહેલા તેમના ઘરે રોકાવા માટે આવેલ અને તેઓને પરત પોતાના ઘરે અમદાવાદ જવુ હોય જેથી તેને સવારના આઠેક વાગ્યાની આસપાસ તેઓ પત્ની સાથે તેમને બસમાં બેસાડવા બસ સ્ટેશન પર આવેલ હતાં. પ્લેટફોર્મ નં.01 પર બસ આવવાની રાહ જોઈને ઉભા રહેલ ત્યારે તેનો મોબાઈલ ઉપલ ખિસ્સામાં હતો. બાદમાં બસ આવતા તેઓ સાસુને બસમાં બેસાડવા ગયેલ અને તેને બસમાં બેસાડી નીચે ઉતરીને મોબાઈલ ફોન લેવા જતા મોબાઈલ જોવા મળેલ નહી.
જેથી બસમાં ચડતા સમયે કોઈ અજાણ્યો શખ્સ તેમના ખિસ્સામાંથી નજર ચૂકવી મોબાઈલની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.