રાજકોટ માર્કેટીંગ યાર્ડ મગફળી-સોયાબીનથી ઉભરાયું: વાહનોની 8 કીમી લાંબી લાઇન - At This Time

રાજકોટ માર્કેટીંગ યાર્ડ મગફળી-સોયાબીનથી ઉભરાયું: વાહનોની 8 કીમી લાંબી લાઇન


મગફળીની 110000 ગુણી, કપાસ 15 હજાર મણ અને સોયાબીનની 40 હજાર મણની આવક: 700થી વધુ વાહનો વિવિધ જણસી ભરીને આવતા ખૂદ ચેરમેન જયેશ બોઘરા ઉપરાંત ડિરેક્ટરો ઉતરાયની કામગીરીમાં જોડાયા.
દિવાળીના તહેવારોની રજા પૂર્ણ થયા બાદ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની ચિક્કાર આવક થઇ રહી છે. આજે મગફળી, કપાસ અને સોયાબીન સહિતની જણસી ભરી 700થી વધુ વાહનો આવતા યાર્ડની બહાર વાહનોની આઠ કી.મી. લાંબી લાઇનો લાગી હતી. ખૂદ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના ડિરેક્ટરો ઉતરાયની વ્યવસ્થામાં જોડાઇ ગયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં હવે નવી સિઝન શરૂ થઇ ગઇ છે. તમામ પ્રકારની જણસીની નોંધપાત્ર આવક થઇ રહી છે. આજે સવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળી, સોયાબીન અને કપાસ સહિતની વિવિધ જણસી ભરીને 700થી વધુ વાહનો આવ્યા હતા. યાર્ડની બહાર આઠ કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી ગઇ હતી. યાર્ડમાં ક્રમવાર વાહનોને પ્રવેશ આપી મગફળી અને સોયાબીનની ઉતરાય કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટીંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના ડિરેક્ટરો અને યાર્ડનો સ્ટાફ ઉતરાયની કામગીરી તથા વ્યવસ્થામાં જોડાઇ ગયા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.