ભાવનગર રેલ્વે ડિવિઝન કચેરીના સ્થાપના વિભાગના કર્મચારીઓએ “સ્વચ્છતા પખવાડા” અંતર્ગત શ્રમદાન કર્યું
( રિપોર્ટ અસરફ જાંગડ)
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત 17મી સપ્ટેમ્બરથી 02મી ઓક્ટોબર, 2024 દરમિયાન “સ્વચ્છતા પખવાડા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર મંડળમાં “સ્વચ્છતા પખવાડા” દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારની માર્ગદર્શિકા અનુસાર રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આ અભિયાનમાં તેમની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય. ભાવનગર રેલ્વે મંડળના સ્ટેશનો, રેલ્વે કોલોનીઓ, આરોગ્ય એકમો, કચેરીઓ અને કોચીંગ ડેપોમાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે.20 સપ્ટેમ્બર, 2024 (શુક્રવાર) ના રોજ, ભાવનગર પરા ના રેલ્વે સ્ટેડિયમ કોલોની ખાતે મંડળ કચેરી ભાવનગર પરા ના સ્થાપના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કર્યું.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.