સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુલ ૬૦ આસામીઓ પાસેથી ૬.૫૨૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૩૭૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ - At This Time

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુલ ૬૦ આસામીઓ પાસેથી ૬.૫૨૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૩૭૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ


તારીખ: ૧૮-૦૫-૨૦૨૪

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ ૧૭/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૧૭/૦૫/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૬૦ આસામીઓ પાસેથી ૬.૫૨૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૩૭૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના જંકશન પ્લોટ, જુબેલી માર્કેટ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૩ આસામીઓ પાસેથી ૩.૬૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૫૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્ટ ઝોનના રાજનગર રોડ,વાવડી રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૩ આસામીઓ પાસેથી ૨.૧૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૫૬૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનના રામપાર્ક રોડ, કુવાડવા રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૪ આસામીઓ પાસેથી ૦.૭૩૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૩૧૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.