ઇડરના હિંમતપુર ગામે મહેસુલ વિભાગના ACS શ્રી જયંતિ એસ. રવિએ મુલાકાત લીધી
*ઇડરના હિંમતપુર ગામે મહેસુલ વિભાગના ACS શ્રી જયંતિ એસ. રવિએ મુલાકાત લીધી*
*****
સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના હિંમતપુર ગામે મહેસુલ વિભાગના ACS શ્રી જયંતિ એસ. રવિએ મુલાકાત લીધી હતી.જમીન માપણી અને સર્વેલન્સએ નાગરિક અને શાસન માટે અત્યંત મહત્વપૂર્ણ વિષય છે. આ પ્રક્રિયાઓ શાસનની પદ્ધતિઓ, કુદરતી સંસાધનોનું સંચાલન, અને જમીન વપરાશના નિયમોને સુનિશ્ચિત કરવામાં મદદરૂપ છે.ગામની મુલાકાત દરમિયાન ACS શ્રી જયંતિ એસ. રવિએ ગામમાં થયેલા જમીન માપણીના રી સર્વે અંગે ગ્રામજનોના પ્રતિભાવો મેળવ્યા હતા. એકત્રિત થયેલા ગ્રામજનોએ જમીન માપણી સંદર્ભે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ સાથે ગામ લોકો સાથે જમીન માપણી અને જમીન રેકોર્ડ અંગે સંવાદ સાધ્યો હતો. ACS શ્રી જયંતિ એસ. રવિના હસ્તે ગામ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી, ઓફિસર ઓનલાઇન સ્પેશિયલ ડ્યુટી સેટલમેન્ટ કમિશનરશ્રી હનુમાનસિંહ જાડેજા, અધિક કલેક્ટરશ્રી સુપ્રિટેન્ડન્ટ સ્ટેમ્પની કચેરી શ્રી જે બી દેસાઈ,અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટીશ્રી, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.