ડૉ. વિપુલ જાની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક થયા
ડૉ. વિપુલ જાની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક થયા.............
તારીખ- 29 /9 /2024 ના રોજ આણંદ મુકામે ગુજરાત ઈન સર્વિસ એસોસિએશન (G.I D.A) ગુજરાત મેડિકલ ઓફિસર્સ એસોસિએશન વર્ગ-2(G.M.S) સાધારણ સભામાં નવનિયુક્ત સમિતિઓની રચના કરવામાં આવી (સી.ડી.એચ.ઓ) દાહોદ ડો.ઉદય ટીલાવત ને પ્રમુખ સ્થાને ગુજરાતના સમગ્ર ઇન સર્વિસ ડોક્ટરોની ઉપસ્થિતિ માં દરેક જિલ્લાઓમાં નવનિર્મિત સમિતિઓની રચના કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે (જી.એમ.ઈ.આર.એસ) હોસ્પિટલમાં કાર્યરત આસિસ્ટન્ટ (આર.એમ.ઓ) અને વિવિધ ચાર્જોના ઇન્ચાર્જ તરીકે કાર્યરત ડો. વિપુલભાઈ જાની, જે પ્રમાણે નામ છે તે જ પ્રમાણે વિપુલ પ્રમાણમાં કાર્ય કરવાની ક્ષમતા તેઓમાં દ્રશ્યમાન થાય છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 25 વર્ષથી ગ્રાઉન્ડ લેવલની આરોગ્ય અને તબીબી સારવાર આપી છે.જો ગણાવા જઈએ તો ઘણી ઘણી ન શકાય વીણી વીણી ના શકાય એટલી અખૂટ પ્રસિધ્ધિઓ તેઓના નામે છે.જુની સર પ્રતાપ સિવિલ હોસ્પિટલમાં ડો. વિપુલભાઈ જાની સાહેબે ગરીબ પીડીત શોષિત વંચિત અને દરેક સમાજ વ્યક્તિઓની આરોગ્ય લગતી સેવાઓ તેઓએ આપી છે અને સાબરકાંઠા જિલ્લાના અને મુખ્ય મથક હિંમતનગર કોરોના કાળ દરમિયાન શરૂઆતથી કોરોના જેવી ભયાનક બીમારીના અંત સુધી જિલ્લાના નોડલ તરીકે તેઓએ 24/7 પોતાના પરિવારની અને પોતાના જીવનની પરવાહ કર્યા વગર તેઓએ સમર્પિત ભાવનાથી સેવા આપી છે. આજરોજ તારીખ 4/10/2024 ના રોજ (જી. આઈ .ડી. એ) અને (જી.એમ.એસ) તારીખ- 29/9/2024 ના રોજ આણંદ ખાતે એસોસિએશનને નવનિર્મિત સમિતિઓની નવરચના કરવામાં આવી જેમાં જીએમઇઆરએસ હોસ્પિટલ હિંમતનગર ઇન્ચાર્જ (આર .એમ .ઓ ) અને વિવિધ ચાર્જના ઇન્ચાર્જ શ્રીમાન ડોક્ટર વિપુલભાઈ જાની ને (જી. આઈ.ડી.એ) ના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક મળતા (આર.એમ.ઓ) સિન્હા મેડમ ની વિશેષ ઉપસ્થિતિમાં નર્સિંગ સ્ટાફ નિષ્ણાત તબીબો મેડિકલ ઓફિસરો તેમજ વિવિધ વર્ગ ના અધિકારીઓ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા (ટી.એ.એન.આઇ) મેમ્બર જ્યોત્સનાબેન ચૌધરી (ડી.એન.એસ ) પુષ્પાબેન પરમાર( એ.એન.એસ) સ્ટાફ અને સિનિયર જુનિયર નર્સિંગ સ્ટાફ દ્વારા ડો.વિપુલભાઈ જાની સાહેબ ને પુષ્પગુચ્છ અને પુષ્પની માળાઓ પહેરાવી સન્માનિત કર્યા હતા. હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ મેડિકલ કોલેજ સર્વ સ્ટાફ દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ હિંમતનગર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.