ધંધુકા પોલીસ સ્ટેશનમાં મોહરમના તહેવાર અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.
ધંધુકા પોલીસ સ્ટેશનમાં મોહરમના તહેવાર અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.
પી.આઈ એન ડી ચૌધરી ના અધ્યક્ષ સ્થાને બેઠકમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા.
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ધંધુકા તાલુકા શાંતિ સમિતિની મીટીંગ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ધંધુકા તાલુકા શાંતિ સમિતિની બેઠક ધંધુકા પોલીસ સ્ટેશનના પી.આઈ એન ડી ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી આગામી દિવસમાં મોહરમ નો તહેવાર આવે છે જે અંતર્ગત શહેરમાં કાયદો વ્યવસ્થા અંગે પી આઇ ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શહેરની ટ્રાફિક વ્યવસ્થા અંગે સમીક્ષા કરાઈ હતી શાંતિ સમિતિ પાસેથી સૂચનો પણ જાણવામાં આવ્યા હતા. વીજળીના વાયરો જે જગ્યા ઉપર નીચા હોય તેને લેવલમાં કરવા માટે રજૂઆત થઈ હતી ધંધુકા નગરપાલિકાના પ્રમુખ હર્ષદભાઈ ચાવડા કારોબારી ચેરમેન ભદુભાઈ મહારાજ તથા વિરોધ પક્ષના નેતા બાબાભાઈ દેસાઈ દ્વારા ઘટતું કરવા ખાતરી આપી હતી.
શાંતિ સમિતિની બેઠકમાં તાજીયા કમિટીના હોદ્દેદારો તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા રોજકા પડાણા ગામના આગેવાનો ઉપરાંત હોમગાર્ડ કમાન્ડર ઈશ્વરભાઈ ડાભી સહિતના એ હાજરી આપી શાંતિ સમિતિની બેઠકને સફળ બનાવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.