ઈમરાન ખાનની મુક્તિ વિશે વાત કરતા જોવા મળ્યા કુમાર સાનુ:ડીપફેક વાઇરલ થયા બાદ સિંગરે કહ્યું- મારી ઈમેજ ખરાબ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, કાયદાકીય કાર્યવાહી કરીશું - At This Time

ઈમરાન ખાનની મુક્તિ વિશે વાત કરતા જોવા મળ્યા કુમાર સાનુ:ડીપફેક વાઇરલ થયા બાદ સિંગરે કહ્યું- મારી ઈમેજ ખરાબ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, કાયદાકીય કાર્યવાહી કરીશું


આ દિવસોમાં ગાયક કુમાર સાનુનો ​​એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં સિંગર એક કોન્સર્ટ દરમિયાન ગીત દ્વારા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મુક્ત કરવાની માંગ કરતો જોવા મળે છે. જોકે, હવે કુમાર સાનુએ સ્પષ્ટતા કરી છે કે તેણે આવું કોઈ ગીત ગાયું નથી, બલ્કે તેના કોન્સર્ટના વીડિયો સાથે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા ચેડા કરવામાં આવ્યા છે. કુમાર સાનુએ હાલમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરી છે. તેણે ફેક ન્યૂઝની તસવીર શેર કરીને લખ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન માટે ક્યારેય કોઈ ગીત ગાયું નથી. ફેસબુક પર જે ઓડિયો ફરે છે તે મારા અવાજમાં નથી. તેને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવ્યું છે. કેટલાક લોકો મારી ઇમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી હું મારા ચાહકોને કહેવા માંગુ છું કે આ સમાચાર અફવા અને જૂઠાણું છે. ડીપફેક બનાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે
કુમાર સાનુએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, 'આ ટેક્નોલોજીનો દુરુપયોગ છે. હું ભારત સરકારને આની સામે પગલાં લેવાની અપીલ કરું છું, જેથી AI અને ડીપફેક ટેક્નોલોજી સાથે રમવાનું બંધ થઈ શકે. ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરો. વાઇરલ થઈ રહેલા ડીપફેક વીડિયોમાં કુમાર સાનુ એક ગીત ગાતા જોવા મળે છે જેમાં તે પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાનને જેલમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યો છે. જો કે રિપોર્ટ્સનું માનીએ તો આ વીડિયો બ્રિટનમાં કુમાર સાનુના કોન્સર્ટનો છે. વાસ્તવમાં કુમાર સાનુએ કોન્સર્ટમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન સાથે જોડાયેલી કોઈ વાત નથી કહી. વિડિયોમાં AI નો ઉપયોગ કરીને ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ગીતો અને લિપ-સિંગિંગ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ સેલેબ્સ પણ ડીપફેકનો શિકાર બન્યા છે
હાલમાં જ અભિષેક બચ્ચન ડીપફેકનો શિકાર બન્યો છે. ફેક વીડિયોમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયથી છૂટાછેડાની વાત કરતા જોવા મળે છે. અભિષેક ઉપરાંત રશ્મિકા મંદાના, કાજોલ, આલિયા ભટ્ટ સહિત ઘણા સેલેબ્સ પણ ડીપફેકનો શિકાર બની ચૂક્યા છે. ડીપફેક વીડિયો વાઇરલ થયા બાદ રશ્મિકા મંદન્નાએ સાયબર સિક્યુરિટીને ફરિયાદ કરી હતી, ત્યારબાદ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.