ચલાલામાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ નો વાર્ષિકઉત્સવ ઉજવાયો - At This Time

ચલાલામાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ નો વાર્ષિકઉત્સવ ઉજવાયો


ચલાલામાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજ નો વાર્ષિકઉત્સવ ઉજવાયો

ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને હરિબા મહિલા કોલેજનો ભવ્ય વાર્ષિકમહોત્સવ ઉજવાયો જેમાં LKG થી ૧૨ અને કોલેજ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખુબ સરસ કૃતિઓ રજુ કરી પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું.

જેમાં સ્કેટિંગ, કરાટે, પીરામીડ, દરેક અલગ અલગ શાળામાં થતી પ્રવૃત્તિના આધારે સુંદર કૃતિઓ રજુ કરી હતી. અને જે વિદ્યાર્થીઓના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્રિતીય, તૃતીય, નંબર આવ્યા હોઈ. તેને ઇનામ, સીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે બેસ્ટ રાઈટીંગ, બેસ્ટ સ્ટુડન્ટને પણ સીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂ. રતિદાદા, લવજીબાપૂ, ગોરાબાપુ, કરશનબાપુ, ઘુસાબાપુ, રાજુબાપુ, માનનીય સાંસદ નારાયણભાઈ કાછડિયા, મનીષભાઈ સંઘાણી, TDO ભટ્ટસાહેબ સહીત અનેક રાજકીય મહાનુભાવો તથા ગામ અગ્રણીઓ તેમજ વેપારી મિત્રો સહીત અનેક લોકો બાળકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ નારાયણભાઈ કાછડિયાએ પોતાના વક્તવ્ય માં પૂ. દાદા, મહેશભાઈ, શીતલબેનનું હરિબા મહિલા કોલેજ તથા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયની સંસ્કાર સાથે શિક્ષણનું સુંદર કાર્ય છે. તેમ અભિનંદન પાઠવ્યા હતા.
પૂ. રતિદાદાના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું. કાર્યક્રમ બાદ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા, તથા સમગ્ર સ્ટાફેગણે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ, બિપીન રાઠોડ ચલાલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.