સામતપર પ્રાથમિક શાળામાં નીરવભાઈ બારોટ ના અધ્યક્ષ સ્થાને બાળકોને પ્રવેશ અપાયો હતો. - At This Time

સામતપર પ્રાથમિક શાળામાં નીરવભાઈ બારોટ ના અધ્યક્ષ સ્થાને બાળકોને પ્રવેશ અપાયો હતો.


સાયલા ના સામતપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ અધિકારી નીરવભાઈ બારોટ, પ્રેમની પરબના પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ચંદ્રકાંતભાઈ વ્યાસ, સી.આર.સી કોર્ડીનેટર વીરજીભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સામતપર પ્રાથમિક શાળામાં 41 બાળકોને નવો પ્રવેશ આપવામાં આવ્યો હતો. તથા સ્કૂલ ના વિદ્યાર્થીઓને 50000 રૂપિયાના ફુલ સ્કેપ ચોપડા આપનાર મફતભાઈ પટેલ, જાદવભાઈ બાવળવાનાનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટ આપવા બદલ પ્રેમની પરબના કોઓર્ડીનેટર ચંદ્રકાન્તભાઈ વ્યાસ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ માં બાળકોને તિથિભોજન આપનાર દેત્રોજા પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું... બોહળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. શાળાનું વાતાવરણ, શાળાની શીસ્ત અને બાળકો અને વાલીઓના ઉત્સાહને જોઈને આવનાર અધિકારી નીરવભાઈ બારોટ ખૂબ જ રાજી થયા હતા.

રિપોર્ટર :રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.