*સર્પ દંશ જાગૃતિ દિવસ – ૧૯ સપ્ટેમ્બર** **સાંપ કરડે ત્યારે શુ કાળજી રાખવી જોઈએ ..?** રિપોર્ટર-અલ્કેશભાઈ કટારા સંજેલી ૦૦૦ - At This Time

*સર્પ દંશ જાગૃતિ દિવસ – ૧૯ સપ્ટેમ્બર** **સાંપ કરડે ત્યારે શુ કાળજી રાખવી જોઈએ ..?** રિપોર્ટર-અલ્કેશભાઈ કટારા સંજેલી ૦૦૦ –


*સર્પ દંશ જાગૃતિ દિવસ – ૧૯ સપ્ટેમ્બર**
**સાંપ કરડે ત્યારે શુ કાળજી રાખવી જોઈએ ..?**
રિપોર્ટર-અલ્કેશભાઈ કટારા સંજેલી
૦૦૦
*સાપ કરડયો હોય તેવા દર્દીને સુવડાવીને દવાખાને લઈ જવો, જેથી ચાલવાથી ઝેર ન ફેલાય*
૦૦૦
*કોબ્રા (નાગ)* - જેનાથી માણસના શરીરની ન્યુરો સિસ્ટમ બંધ થઈ જાય છે અને લકવો થઈ જાય છે. એમાં ન્યુરો ટોક્સિન અને કાર્ડિયો ટોક્સિન, એટલે કે નર્સ સિસ્ટમ અને હાર્ટ પર અસર કરનારું ઝેર હોય છે. આ ઝેરથી આંખની રોશની પણ જઈ શકે છે.
*સો-સ્કેલ વાઈપર (અફર્ડ)* - આ સાપ રાજસ્થાનનાં પહાડી અને ગામડામાં વધુ જોવા મળે છે. લંબાઈમાં અન્ય સાપની સરખામણીએ ખૂબ જ નાનો હોય છે. ભૂરા રંગમાં એના પર કાળા અને સફેદ ધબ્બાને કારણે જોખમી હોય છે. આ સાપ અન્ય સાપની સરખામણીએ જલ્દી હુમલો કરે છે.
*રસેલ વાઈપર (દબૈયા)* - આ સાપ અજગર જેવો જ દેખાય છે. જે એકવારમાં ૧૨૦ થી ૨૫૦ ગ્રામ સુધી ઝેર બહાર કાઢે છે. આ સાપમાં હોમોટોક્સિન ઝેર હોય છે, એટલે કે હાર્ટની સાથે લોહી જામવા લાગે છે. ડંખ્યા બાદ માણસના શરીરમાં લોહીના ગંઠા થઈ જતાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી દર્દીનું મોત પણ થઈ શકે છે.
*કરૈત* - આ સાપ રાતે સૂતા સમયે હુમલો કરે છે. ડંખ માર્યા બાદ ખબર નથી પડતી અને ઊંઘમાં જ મોત થાય છે. આ સાપ લાંબો અને પાતળો હોય છે. કાળા રંગની સાથે જ સફેદ ગોળ લાઈન હોય છે. જ્યાં કરૈત કરડે છે, ત્યાં મચ્છર કરડે એવું લાગે છે.
*શું કરવું જોઈએ*
- પહેલા જેને સાપ કરડયો હોય તેવા દર્દીને સુવડાવીને દવાખાને લઈ જવો, જેથી ચાલવાથી ઝેર ન ફેલાય.
- તેને હિંમત આપો, જેથી તે ગભરાય નહીં. ગભરાટથી લોહીનો પ્રવાહ પણ ઝડપથી વધશે અને ઝેર ઝડપથી ફેલાશે.
- સાપે જયાં ડંખ માર્યો હોય એ જગ્યાને સાબુ અને પાણીની મદદથી ધોઈ લો. એ જગ્યાએ બીટાડિન લગાવો.
- બને તેટલી વહેલી તકે હોસ્પિટલમાં લઈ જાઓ.
*શું ન કરવું જોઈએ*
- વ્યક્તિને બેહોશ ન થવા દો.
- દર્દીને હસાવશો નહીં.
- જે જગ્યાએ સાપ કરડયો હોય ત્યાં ચીરો ન પાડો અને ઝેર ન ચૂસો.
- જે જગ્યાએ ડંખ માર્યો હોય એની ઉપર રૂમાલ, કાપડ, દોરડું જેવી કોઈ વસ્તુ ન બાંધવી.
-


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.