શ્રી ઘંટીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024ની ઉલ્લાસમય ઉજવણી - At This Time

શ્રી ઘંટીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024ની ઉલ્લાસમય ઉજવણી


આજરોજ શ્રી ઘંટીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024ની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં, અધિકારી તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાયબ કલેક્ટર શ્રીમતી ભૂમિકાબેન આર.વાટલીયા તથા રૂટલાઈજનસી.આર.સી .કાળુભાઈ વાઢેર ,જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી રાજવીરસિંહ ઝાલા તેમજ. ધર્મેશભાઈ પરમાર ,મહેન્દ્ર ભાઈ નાઘેરા , ,માનસિંહભાઈ ઝાલા, બી.આર.પી. રમેશભાઈ વાળા, SMC. ના સભ્યો, ગામના આગેવાનો ,શાળા ના શિક્ષકો ,આંગણવાડી કાર્યકર બહેનો અને વાલીઓએ હાજરી આપી હતી.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડી તથા બાલવાટિકા ના બાળકો ને પ્રવેશ કરાવવા આવેલ.વિશેષમાં નાયબ કલેકટરશ્રીએ શાળાની બાળાઓને સાથે રાખી જ્ઞાનકુંજ કમ્પ્યુટર લેબને બાળકોના ઉપયોગ માટે ખુલ્લી મુકેલ હતી .વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ. નિપૂણ ભારત અંતર્ગત વાલીઓને નવા સાહિત્યનો પરિચય કરાવેલ.મહેમાનોના હસ્તે શાળાના કેમ્પસમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.અધિકારીશ્રીએ શાળાના તમામ વર્ગોમાં બાળકો સાથે આત્મીયતા પૂર્વક સંવાદ અને પ્રશ્નોતરી કરેલ.આમ આજનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.

🎥. રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી. સમાચાર કે જાહેર ખબર માટે. 📞👉9825695960 👈


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.