જસદણમાં શ્રીનાથજી ની હવેલી માં ઠાકોરજીના ભવ્ય દર્શન યોજાયા મોટી સંખ્યામાં ઠાકોરજીને કેરી ધરવામાં આવી - At This Time

જસદણમાં શ્રીનાથજી ની હવેલી માં ઠાકોરજીના ભવ્ય દર્શન યોજાયા મોટી સંખ્યામાં ઠાકોરજીને કેરી ધરવામાં આવી


જસદણમાં શ્રીનાથજી ની હવેલીમાં ઠાકોરજીને મોટી સંખ્યામાં કેરી ધરવામાં આવી અને ભવ્ય દર્શન યોજાયા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો કેરી વડે સુંદર સજાવટ પણ કરવામાં આવી હતી આંબા મનોરથ દર્શન પૂર્વે વહેલી સવારે 5:30 કલાકે જયેષ્ઠાભિષેક સ્નાનના દર્શન યોજાયા હતા મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશીએ ઠાકોરજીને પુષ્ટિમાર્ગનાં વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ સ્નાન કરાવ્યું હતું વર્ષમાં એક જ વખત સમગ્ર વિશ્વની હવેલીમાં ઠાકોરજીને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વૈષ્ણવોની સમક્ષ સ્નાન કરવાના દર્શન યોજાય છે આ અનેરા અલૌકિક દર્શનનું વૈષ્ણવોમાં વિશેષ મહત્વ હોય છે જસદણ હવેલી ખાતે વહેલી સવારે સાડા પાંચ કલાકે મોટી સંખ્યામાં વૈષ્ણવો આ દર્શન કરવા ઉમટી પડ્યા હતા આંબા મનોરથના દર્શન બાદ વૈષ્ણવોને પ્રસાદરૂપે કેરી આપવામાં આવી હતી તેમ જસદણ શ્રીનાથજીની હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદી જણાવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.