સાયલા ના થોરીયાળી જાદરાબાપુ ની બીજ ઉત્સવ નિમિતે તડામાર તૈયારી ચાલી રહી છે.
ગુજરાત માં દેવભૂમિ તરીકે જાણીતો પાંચાલ વિસ્તાર માં જ્યાં પાણે પાણે પીર જોવા મળે છે. એવાજ પાંચાલ ના પીરાણું એટલે સોનગઢ ના જાદરાબાપુ. સાયલા થોરીયાળી ગામે પૂજ્ય જાદરાબાપુ ની જગ્યા આવેલી છે. જ્યાં વર્ષ દરમ્યાન દર મહિનાની સુદ બીજ ઉજવાય છે. જેમાં કારતક સુદ બીજ એ જાદરાબાપુ ની મોટી બીજ તરીકે ઉજવવામાં આવે છે. જે દિવસે હજારો ની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. જેમાં થોરીયાળી ગામ સમસ્ત આયોજન કરે છે અને તે દિવસ નો પ્રસાદ ગામ સમસ્ત નો હોય છે. દર વર્ષે જાદરાબાપુની બીજ ખુબ આંનદ થી ઉજવાય છે. પરંતુ આ સવંત 2080 કારતક સુદ બીજ ના દિવસે ભાવ્યોત્સવ સાથે રાત્રે સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે. જેમાં દેવાયતભાઈ ખવડ, રશ્મિતાબેન રબારી, નારાયણ ઠાકોર, પિયુષ મિસ્ત્રી જેવા નામી કલાકારો દ્વારા ભજન સંતવાણી અને સાહિત્ય નો રસથાળ પીરસ છે.
હવે કારતક સુદ બીજ ના ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જાદરાબાપુ ની જગ્યામાં સેવકો દ્વારા તડામાર તૈયારી ઓ ચાલી રહી છે. પાવન જાદરાબાપુ ની જગ્યામાં આવનારી તા, 15/11/2023 કારતક સુદ બીજ ઉત્સવ નિમિતે જાદરાબાપુ પરિવાર તથા થોરીયાળી ગામ સમસ્ત દ્વારા સૌ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપે છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.