અતુલ્ય વારસો દ્વારા ગાંધીનગર અડાલજ વાવ ની યાત્રા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

અતુલ્ય વારસો દ્વારા ગાંધીનગર અડાલજ વાવ ની યાત્રા નું આયોજન કરવામાં આવ્યું


ગાંધીનગરઅમદાવાદથી નજીક આવેલ અડાલજ વાવ આપણામાંથી મોટાભાગના લોકોએ જોઈ હશે. હકીકતમાં આ વાવએ ગુજરાતની ઓળખ અને ગુજરાતની અન્ય વાવોને આકર્ષવા માટેના આઈ ડી કાર્ડ જેવી છે. વાવ (Stepwell) માં રસ ધરાવનાર સૌ માટે આ પ્રથમ પગલું ગણી શકાય. આજે *અતુલ્ય વારસો* દ્વારા આયોજન કરવામાં આવેલ અડાલજ વાવની યાત્રા હકીકતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ વાવ, વાવના પ્રકારો, પુરાતત્વ, ઈતિહાસ, સ્થાપત્ય-શૈલી, વિવિધ દંતકથાઓ, સાહિત્ય વગેરેને જોડતી કડીરૂપ હતી. અમારો પ્રયાસ હંમેશા એવો રહ્યો છે કે કોઈ પણ સ્મારકની સાથે આસપાસ સંકળાયેલ સ્થળો, ગામ, સ્થાનિક લોકોને જોડી *કોમ્યુનિટી બેઝ* પ્રવાસન વિકાસ થાય. મળીએ નવી યાત્રામાં (*અનેરો આનર્ત* – મોઢેરા, પાટણ, સિધ્ધપુર), જય હિંદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.