ધરતીપુત્રોને માથે ડુંગળીનાં ભાવને લઈને ચિંતાના વાદળ : મહુવા યાર્ડમાં ડુંગળીનાં ભાવ ન મળતાં ખેડુતો કોપાયમાન
ધરતીપુત્રોને માથે ડુંગળીનાં ભાવને લઈને ચિંતાના વાદળ : મહુવા યાર્ડમાં ડુંગળીનાં ભાવ ન મળતાં ખેડુતો કોપાયમાન
ખેડૂતો દ્વારા જરૂરિયાત મુજબની પૂરતી ડુંગળી લાવવા માં આવે છે છતાં ભાવ પુરા નહીં મળતા ખેડૂતો ઉતર્યા હડતાળ
આજના દિવસ ભાવમાં કડાકો થતાં ખેડૂતોએ હરાજી બંધ કરાવવા માટે APMC ઓફિસ પહોંચ્યા હતા. માર્કેટિંગયાર્ડમાં એક લાખ થેલાનો સ્ટોક લાલ કાંદાની આવક થવા પામી હતી. લાલ ડુંગળી પકવતો ખેડૂત હાલ ડુંગળીની સિઝન ચાલી રહી હોય ત્યારે, ડુંગળીના ભાવને લઈ ને ક્યાંક મોટી ખોટ ખાઈ રહ્યો હોય હાલ ખેડૂતો અને વેપારી વચ્ચે યાર્ડની મધ્યસ્થીથી રસ્તો કરવા વાટાઘાટો ચાલુ છે.કંઈ વાટાઘાટોનું પરિણામ નહીં આવે તો ખેડૂતોને મોટી નુકશાની ભોગવવી પડશે. એપીએમસીના સત્તાધીશો દ્વારા ચોક્કસ પ્રમાણમાં ડુંગળી પકવતા ખેડૂતના હિતમાં નિર્ણય લેવા માટે ખેડૂત દ્વારા ડેલાબંધી તેમજ ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
મહુવા માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો ઉતર્યાં હડતાળ પર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.