વિસાવદર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલ ડોકટરની જગ્યા ભરવા તથા જરૂરી સ્ટાફ અને અન્ય સુવિધાઓ તાત્કાલિક ફાળવવા ટિમ ગબ્બર ની રજુવાત
ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કાંતિ એચ.ગજેરા તથા સ્થાનિક એડવોકેટ નયનભાઇ જોશીને લોકો તરફથી રજુઆત મળેલ છે કે,વિસાવદર શહેરની વસ્તી ૪૦ હજારની છે અને તાલુકાની વસ્તી આશરે દોઢ લાખની હોય અહીં એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અહીં બીજી કોઈ સરકારી હોસ્પિટલ આવેલ ન હોય અને જે છે તે માંદગીને બિછાને હોય તે રીતે હોસ્પિટલમાં વર્ષોથી ગાયનેક /સર્જનની જગ્યા ખાલી છે.અહીં દાંત વિભાગના ડોકટર હતા તેઓને પણ ટેમ્પરરી ઓર્ડર કરી બહાર મુકવામાં આવેલ છે.ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી અહીં રહેતા સ્ટાફના ક્વાર્ટર માટે રીનોવેશનની માગણી હોવા છતાં પણ રીનોવેશન થયેલ નથી અહીંના ક્વાર્ટર તાત્કાલિક રીપેર કરવા પડે તેમ છે.ઉપરાંત અહીંની હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી સેલ કાઉન્ટર મશીન બંધ છે આ મશીન વર્ષોજુનું છે તેના સ્પેરપાટર્સ મળતા નથી અને અમોને મળેલ રજુઆત મુજબ આ મશીનની એજન્સીનો કોન્ટ્રાકટ રીન્યુ થયેલ નથી અને તેના કારણે આ મશીન બંધ છે તે ચાલુ થઈ શકે તેમ નથી અને તેના કારણે આ વિસ્તારના લોકોને સામાન્ય બીમારીમાં ટેસ્ટ માટે દોઢસો થી બસ્સો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તેથી તાત્કાલિક આ નવું મશીન ફાળવવા રજુઆત છે.ઉપરાંત અહીંની હોસ્પિટલમાં આંખની તપાસ માટે ઓપટીમિશનટેક્નિશિયનની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે.વિસાવદર તાલુકાના દર્દીઓ માટે સામાન્ય એવી સુવિધાઓ માટે વિસાવદરથી જૂનાગઢ જેવા દૂરના સ્થળે આવવું જવું ખૂબ જ કઠિન છે અને ગરીબ દર્દીઓને આ ખર્ચ પણ પોસાય તેમ ન હોય તેથી ગરીબ પ્રજાના હિતમાં તાત્કાલિક જરૂરી સુવિધાઓ તથા જરૂરી ખૂટતો તમામ સ્ટાફ તથા જરૂરિયાત મુજબની દવાઓ તથા અન્ય સુવિધાઓ તાત્કાલિક પુરી પાડવા અમારી ટિમ ગબ્બરની રજુઆત છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.