ગોધરા ખાતે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે શાળાના નવીન ઓરડાઓનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો
Education is The Chief Defence of a Nation અર્થાત્ શિક્ષણ એ રાષ્ટ્રનું મુખ્ય સંરક્ષણ છે-શિક્ષણ મંત્રીશ્રી
ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ હસ્તકની પોલીસ લાઈન ગુજરાતી કુમાર અને કન્યા શાળાના નવીન ૧૨ ઓરડાઓનો ખાતમુર્હુત સમારોહ કાર્યક્રમ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી.
આ તકે શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતી કે,છેલ્લા વીસ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે.વિદ્યાર્થીઓને ગુરુજનો પર ભરોસો હોય છે અને એક શિક્ષક શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.તેમણે કહ્યું કે Education is The Chief Defence of a Nation અર્થાત્ શિક્ષણએ રાષ્ટ્રનું મુખ્ય સંરક્ષણ છે.કોઈપણ સમસ્યાનું સમાધાન શિક્ષણ થકી જ થાય છે.આ સાથે તેમણે કહ્યું કે ટુંક સમયમાં પંચમહાલ જિલ્લામાં કુલ ૧૧૫૭ ઓરડાઓ ફાળવ્યા છે.જેમાં ૧૪૬નો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.૨૫૬ ઓરડાઓનું ખાતમુર્હુત કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે અહીં ૧૨ ઓરડાઓનું ખાતમુર્હુત કરાયું છે.
શિક્ષણ વિભાગ તરફથી ૧ કરોડ ૨૫ લાખ જેટલી માતબર રકમ થકી આ ૧૨ ઓરડાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ક્લાસ,કમ્પ્યુટર લેબ,અટલ ટિંકરિંગ લેબ,વિજ્ઞાનના તમામ સાધનો સહિત અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે જેનાથી આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
પોલીસ લાઇન ગુજરાતી કુમાર શાળામાં હાલમાં બાલવાટિકાથી લઈને ધોરણ ૮ સુધી કુલ ૨૧૧ વિદ્યાર્થીઓ
અભ્યાસ કરે છે.શાળામાં કુલ નવ શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.જ્યારે કન્યા શાળામાં બાલવાટિકા થી લઈને ધોરણ ૫ સુધી કુલ ૧૦૭ વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો છે. ૧૯૨૪માં શરૂ થયેલી આ શાળાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન બંને શાળાઓએ ગુણોત્સવ ગ્રેડપત્રક અનુસાર 'એ' ગ્રેડ મેળવ્યો છે.
આ સમારોહમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામીનીબેન સોલંકી,જિલ્લા પંચાયતના દંડકશ્રી અરવિંદસિંહ બી.પરમાર,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી રમેશભાઈ રાઠવા,રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ,વિવિધ મહાનુભાવો,પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર , વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.