ખાનપુરમાં આવેલા વાવકુવા અલદરી માતા ધોધ શરૂ થતાં સેહલાણીઓમાં ખુશીનો માહોલ
ખાનપુર તાલુકામાં આવેલા વાવકુવા જંગલ વિસ્તાર કે જ્યાં અલદરી માતાનો ધોધ આવેલો છે. અહીંયા રાજ્યભરમાંથી પર્યટકો પ્રવાસે આવતા હોય છે. તેમજ મહીસાગર જિલ્લાની પડોશમાં આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ રાજ્યમાંથી પણ પ્રવાસીઓ અહીંયા આવે છે. અહીં આવતા પ્રવાસીઓ પ્રકૃતિને નિહાળી આનંદિત થાય છે. ત્યારે હાલ આ ધોધ વહેવા લાગતા ગુજરાત સહિત આસપાસના રાજ્યના પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. અહિંયા ચોફેર જંગલ વિસ્તાર છે અને વચ્ચે ખળ ખળ વહેતુ ઝરણું અને ધોધ જે પ્રકૃતિ પ્રેમીઓનું મન મોહી લે છે. સાથે સાથે જિલ્લામાં વસતા સ્થાનિક લોકોમાં અલદરી માતાના ધોધ સાથે અનેરી આસ્થા જોડાયેલી છે. ધોધ અંદાજીત ગરમીઓના સમય સુધી શરૂ રહે છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.