ધંધુકાના રાયકા ઉપરથી હેવી લાઈન પસાર થતી લાઈન માંથી રૂ. ૭.૯૭ લાખના વાયરોની ચોરી થઈ હતી - At This Time

ધંધુકાના રાયકા ઉપરથી હેવી લાઈન પસાર થતી લાઈન માંથી રૂ. ૭.૯૭ લાખના વાયરોની ચોરી થઈ હતી


ધંધુકાના રાયકા માંથી પસાર થતી લાઈન માંથી રૂ. ૭.૯૭ લાખના વાયરોની ચોરી થઈ હતી

હેવી લાઈનના વાયરોની ચોરીમાં ૧ પકડાયો. ૩ વોન્ટેડ

ધંધુકાના રાયકા નજીક રેલ્વે લાઈન બાજુમાં પસાર થતી જેટકોની ૪૦૦ કેવી હેવી વીજ લાઈનના રૂ. ૭.૯૭ લાખની કિંમતના ૨૧૭૦ મીટર વીજ વાયરો કાપી ચોરી જવાની ઘટનામાં પોલીસે જેટકો અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે એક ઈસમની અટકાયત કરી છે. તો પોલીસ આ ગુનામાં સામેલ અન્ય ત્રણ ઇસમોની શોધખોળ માં લાગી છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકાના રાયકાથી હરિપુરા તરફ જતી જેટકોની ૪૦૦ કેવી હેવી લાઈનના વીજ વાયરોને કાપી ચોરી કરવાની ફિરાકમાં વાયરોનો જથ્થો આઈસર ટૂંકમાં ભરી આરોપીઓ ભાગી રહ્યા હતા. ત્યારે આઈસર ટ્રક કાદવમાં ફસાતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટયો હતો. ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ, જેટકોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ પ્રકરણે જેટકોના

અધિકારીએ ધંધુકા પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે રૂ. ૭.૯૭ લાખનો વીજ વાયર ચોરી જવા સબબની ફરિયાદ નોંધાવી હતી. આ ગુના સંદર્ભે પોલીસે સાગરખા કેસરખા હોથ રહે. બુઢાણાં તા.શિહોરની અટકાયત કરી હતી. જ્યારે ગુનામાં સામેલ અન્ય ત્રણ ઈસમોની શોધખોળ શરૂ કરી હતી. જેટકોની લાઈનના વીજ વાયરો અગાઉ પણ ચોરી થયા હતા. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

જેટકો અધિકારી દ્વારા હેવી વીજ લાઈનના વાયરોની ચોરી મામલે કુલ ૪ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાતા કાર્યવાહી

સંડોવાયેલા આરોપીઓ

સાગરખા કેસરખા હોથ રહે બુઢાણા,તા.શિહોર (પકડાઈ ગયેલ છે)

એક અજાણ્યો ઇસમ વોન્ટેડ
મુસ્તાક બાબરા રહે. બાબરા જિ. અમરેલી (વોન્ટેડ)

અબ્દુલ કુર્દુશ રહે. ઉત્તરપ્રદેશ (વોન્ટેડ)

ગુનાની વિગત
જેટકોની ૪૦૦ કેવી હેવી લાઇન
રાયકાથી હરિપુરા સુધીની વીજ લાઇન
૨૧૭૦ મીટર વાયરની ચોરી
ચોરાયેલા વાયરની કિંમત રૂ. ૭.૯૭ લાખ
એક આઈસર ટ્રક
એક આઈ-૨૦ કાર

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.