બોટાદના હડદડ ગામ ખાતે ખાનગી માલિકીના ગોડાઉનની આકસ્મિક તપાસ કરવામાં આવી ઘઉંનો ૨૨૯૦ કિ.ગ્રા. તથા ચોખા ૩૯૭૦ કિ.ગ્રા.નો બિનહિસાબી જથ્થો જપ્ત કરાયો જેની અંદાજિત કિંમત ₹1,62,760 છે
જિલ્લા પુરવઠા અધિકારી તથા મામલતદાર, બોટાદ ગ્રામ્ય તેમજ તપાસણી ટીમ દ્વારા બોટાદ તાલુકાના હડદડ ગામમાં મારૂતીધામ સ્કુલની બાજુમાં આવેલા ખાનગી માલિકીના ગોડાઉનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘઉંનો ૨૨૯૦ કિ.ગ્રા. તથા ચોખા ૩૯૭૦ કિ.ગ્રા.નો બિનહિસાબી જથ્થો સીઝ કરાયો હતો. જેની અંદાજીત કિંમત રૂ.1,62,760 છે. ચોખા તથા ઘઉંનો જથ્થો સરકારી અનાજ ગોડાઉન, બોટાદ ખાતે જમા કરાવવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.