જસદણના રાજાવડલા ગામમાં પશુઓમા ગળસુંઢાની બીમારી ઍક સપ્તાહમાં 20 થી વધુ પશુઓના મોત - At This Time

જસદણના રાજાવડલા ગામમાં પશુઓમા ગળસુંઢાની બીમારી ઍક સપ્તાહમાં 20 થી વધુ પશુઓના મોત


જસદણના રાજાવડલા ગામમાં પશુઓમા ગળસુંઢાની બીમારીએ પગ પેસારો કર્યો છે જેમા 20 થી વધુ પશુઓના મોત નીપજ્યા હતાં ગામમાં જસદણ પશુ ચિકિત્સા અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ દોડી ગઈ હતી અને પશુઓને રસીકરણ કરી રોગચાળાના અટકાયતી પગલા ભરવાની કામગીરી શરૂ કરી હતી આ રોગની અસરમાં પશુઓમાં ગળુ ફૂલી જવું તથા મોઢામાંથી ફીણ નીકળવા તેમજ અતિભારે તાવ જેવા લક્ષણો સાથે પશુઓના એકાએક મોત થયા હતા આ રોગના કારણે પશુપાલકોમાં હફરાતફરી મચી ગઈ હતી લોકોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 20 થી વધુ પશુઓના મોત થયા હતા જસદણ પશુ ચિકિત્સક કર્મચારીઓ રોગચાળાને ફેલાતો અટકાવવા ગામનાં 700 થી વધારે પશુઓને રસીકરણ કર્યુ હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.