સુત્રાપાડામાં આજે પરંપરાગત રીતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો તુલસી વિવાહમહોત્સવ યોજયો
સુત્રાપાડામાં આજે પરંપરાગત રીતે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો તુલસી વિવાહમહોત્સવ યોજયો
સુત્રાપાડા શહેરમાં દેવ દિવાળીનો આ લગ્નોત્સવ તુલસી વિવાહ સ્વરૂપે ઠેર-ઠેર યોજાયો હતો
દેવ દિવાળી નીમીતે થતાં ઠાકોરજીના અને રૂક્ષ્મણીજી (તુલસી)સાથે લગ્નને તુલસી વિવાહ કહેવામાં આવે છે.
સૂત્રાપાડા શહેર માં આજરોજ તુલસી વિવાહ નિમિતે ઠાકોરજીનું ફુલેકુ (વરઘોડો) સૂત્રાપાડા મુકામે કારડીયા રાજપુત સમાજની વંડીથી બપોરના સમયે વાજતે ગાજતે ઢોલ શરણાઇના સુરે દાંડીયા રાસની રમઝટ સાથે કીર્તન મંડળી સાથે બહેનાના લગ્ન ગીતની રમઝટ સાથે હર્ષ ઉલ્લાસ પૂર્વક નીકળ્યું જે મેઇન બજારમાં સુખનાથ મહાદેવના મંદિરે થી હોળી ચૌક ખાતે આવેલા હનુમાન દાદાના મંદિરે પોહચ્યું હતું.
તા. 12 ના દેવદિવાળીના દિવસે ઠાકોરજીની જાન સુત્રાપાડા સ્થિત માવતર સ્વરૂપે કાછેલા પરિવારના ઘરેથી બપોરના 3 કલાકે અસંખ્ય જાનૈયાઓ સાથે બળદગાડાઓમા વાજતે ગાજતે નીકળી સુત્રાપાડા સ્થિત રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતાના માવતર સ્વરૂપે મોરી પરિવારના ઘરે પહોચી હતી. અને ત્યાં ઠાકોરજીના લગ્ન રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતા સાથે કરવામાં આવ્યા હતા.મંડપ મધ્યે રૂક્ષ્મણીજી સ્વરૂપે તુલસી માતાને ચૂંદડી ઓઢડવાની રસમ કર્યા બાદ મંડપ મધ્યે ઠાકોરજી અને રૂક્ષ્મણીજી તુલસી માતાના હસ્તમેળાપ કરવામા આવ્યો હતો. જેમના કન્યાદાન મોરી જગદીશભાઈ વીરાભાઇ, મોરી વિપુલભાઈ વાલાભાઈ અને મોરી તેજસભાઈ રામભાઈ દ્વારા કરેલ અને ત્યારબાદ લગ્ન પૂર્ણ થયાંબાદ કંસાર ઠાકરજી અને રૂકમણી સ્વરૂપે તુલસી માતાને જમાડવામાં આવ્યો હતો. પરણી ચુકેલા તુલસી કૃષ્ણને હાથ ધરણું કરવાનો લાભ સર્વેને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગ ખુબજ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. તુલસી વિવાહના અંતે સમગ્ર સુત્રાપાડા શહેરના લોકોએ સાથે પ્રસાદીરૂપે સમૂહ ભોજન લીધું હતું.
આ તુલચી વિવાહ મહોત્સવમા ઠાકોરજી ભગવાનના માવતર સ્વરૂપે કાછેલા અજીતભાઈ રામાભાઈ તથા રૂકમણીજી (તુલજી માતા) ના માવતર સ્વરૂપે સ્વ. વીરાભાઇ ગોવિંદભાઈ મોરી, સ્વ.વાલાભાઈ ગોવિંદભાઈ મોરી તથા રામભાઈ ગોવિંદભાઈ મોરી ના પરિવાર દ્વારા આ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.