જસદણ વીંછિયા પંથકમાં આજથી શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થતાં સવારથી જ ધમધમાટ - At This Time

જસદણ વીંછિયા પંથકમાં આજથી શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેકેશન પૂર્ણ થતાં સવારથી જ ધમધમાટ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વીંછિયા પંથકની શાળાઓમાં આજથી ૩૫ દિવસીય વેકેશન પુર્ણ થતાં શાળાઓમાં સવારથી જ ધમધમાટ શરૂ થયો હતો આ બંન્ને તાલુકામાં કેટલીક શાળાઓ વેકેશન પહેલાં શરૂ કરી દેવામાં આવી હતી પણ રાજકોટ ગેમઝોનમાં સંજોગાવત અગ્નિકાંડ થતાં અને તંત્રનું દબાણ આવતાં જે શાળા ચાલું થઈ હતી તે બંધ કરી દેવામાં આવી હતી તે આજે ફરી ચાલું થઈ હતી જો કે રાબેતા મુજબ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી આ અંગે એક વિદ્યાર્થીના વાલી ભીખુભાઈ મીઠાણી એ જણાવ્યું હતું કે આજથી શાળાઓ શરૂ થતા વાલીઓ રાહત અનુભવશે કારણ કે સતત એક માસ કરતાં વધું સમયથી વિધાર્થીઓ ઘરે હોવાથી ખાસ કરીને આકરી ગરમી હોવાથી વાલીઓ પણ બોર થઈ ગયાં હતાં જેથી રાહત મળશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.