USA vs IND: અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ - At This Time

USA vs IND: અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ


T20 વર્લ્ડ કપ 2024માં USA vs IND સામે રમાઈ રહેલી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા યુએસએની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.

ભારતીય ટીમના યુવા બોલર અર્શદીપ સિંહે શરૂઆતની ઓવરના પહેલા જ બોલે જ તબાહી મચાવીને અમેરિકાને આંચકો આપ્યો હતો. અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર શયાન જહાંગીરને આઉટ કર્યો હતો. આ સાથે તેણે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ લીધી અને આ દરમિયાન તેણે ઈતિહાસ રચી દીધો. T201 મેચમાં પ્રથમ બોલ પર પ્રથમ વિકેટ લેનારો અર્શદીપ પ્રથમ ભારતીય બોલર બન્યો.

ભારતીય ટીમના યુવા બોલર અર્શદીપ સિંહે શરૂઆતની ઓવરના પહેલા જ બોલે જ તબાહી મચાવીને અમેરિકાને આંચકો આપ્યો હતો. અર્શદીપ સિંહે પહેલા જ બોલ પર શયાન જહાંગીરને આઉટ કર્યો હતો. આ સાથે તેણે પ્રથમ ઓવરમાં જ બે વિકેટ લીધી અને આ દરમિયાન તેણે ઈતિહાસ રચી દીધો.

તમને જણાવી દઇએ કે અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપ મેચના પહેલા બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપ સિંહ T20 ઇન્ટરનેશનલ મેચની ઇનિંગ્સના પ્રથમ બોલ પર ભારત માટે વિકેટ લેવાના સંદર્ભમાં ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાની ક્લબમાં પ્રવેશ્યો. અર્શદીપ સિંહે T20WCમાં ભારત માટે સૌથી વધુ વિકેટ (2) લેવાની બાબતમાં ભુવનેશ્વર કુમારના રેકોર્ડની બરાબરી કરી.

T20 WC મેચના પ્રથમ બોલ પર વિકેટ લેનારા બોલરોનું લીસ્ટ

મશરાહે મોર્તદા (BAN) vs AFG, 2014

શાપૂર ભરહાન (AFG) વિ HK, 2014

યુજેન ટ્રમ્પ્સમેન (NAM) વિ SCO, 2021

રુબેન ટ્રમ્પલમેન (NAM) vs ઓમાન, 2024


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.