હિંમતનગર તાલુકાના હાપા ગામની આર્ચરીમાં સ્ટેટ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનારી દીકરીને નેશનલ કક્ષાએ રમવા જવા માટે ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સહાય કરી આઠમની ઉજવણી કરાઈ
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
*હિંમતનગર તાલુકાના હાપા ગામની આર્ચરીમાં સ્ટેટ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનારી દીકરીને નેશનલ કક્ષાએ રમવા જવા માટે ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સહાય કરી આઠમની ઉજવણી કરાઈ*
માં આદ્યશક્તિનું ઉપાસનાનું પર્વ હાલમાં ચાલી રહ્યું છે ત્યારે હિંમતનગર તાલુકાના હાપા ગામની દીકરી શ્વેતાબા રાઠોડ સાબર સ્ટેડિયમમા અભ્યાસ કરે છે... શ્વેતાબા રાઠોડે આર્ચરીમાં સ્ટેટ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.. જો કે નેશનલ કક્ષાએ રમવા જવા માટે આ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સબળ ના હોવાથી તૈયારી માટેના ઇક્વિપમેન્ટ ન હોવાથી આ લોકોમાં નિરાશા વ્યાપી હતી... આ વાતની જાણ બિઝનેસમેન અને બી.ઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાને થતા તેઓ આઠમની રાત્રે હાપા ગામે પહોંચ્યા હતા... અને આર્ચરીમાં ગોલ્ડ મેડલ વિજેતા બનેલા શ્વેતાબા રાઠોડને મળી અને આર્ચરી માટેના ઈક્વિપમેન્ટ ખરીદવા માટે ત્રણ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો..તો આગામી સમયમાં તેમને કોઈપણ જાતની જરૂર હોય તો તમામ નાણાકીય સહાય આપવાની તેમણે આ પ્રસંગે જાહેરાત કરતા હાપા ગામના લોકોએ તેમનો આભાર માન્યો હતો... આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નવરાત્રી એ મા શક્તિની ઉપાસનાનું પર્વ છે અને આ દીકરીની આર્થિક મદદ કરી તેમણે એક રીતે શક્તિની ઉપાસના જ કરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.