ધંધુકા વિસ્તાર માં મોહરમ પર્વ ની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ - At This Time

ધંધુકા વિસ્તાર માં મોહરમ પર્વ ની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ


ધંધુકા વિસ્તાર માં મોહરમ પર્વ ની શાંતિ પૂર્વક ઉજવણી કરાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા વિસ્તાર માં પયગંબર સાહેબ ના નવાસા હજરત ઇમામ હુસેન ની હક અને સચ્ચાઈ માટે કરબલા મા શહાદત વહોરી. તેમની અને તેમના 72 સાથીદારો ના માન માં ધંધુકા શહેર પડાણા અને રોજકા અને બાજરડા ગામ માં શહાદત પર્વ ની ઉજવણી કરાઈ..

ધંધુકા શહેર માં કલાત્મક તાજીયા ધંધુકા ના મુખ્ય માર્ગો પર પસાર થયા હતા. ત્યાં લોકો એ શાંતિ એકતા તેમજ પોતાની માનતાઓ માટે ની પ્રાથના કરેલ. ધંધુકા માં હાથી તાજીયા સરકારી તાજિયા ભીરુ મિયાં ના તાજિયા મોદન તાજિયા અને દેસાઈ તાજિયા કુલ 5 તાજિયા નગર ના મુખ્ય માર્ગો પર ઇમામ હુસેન ની યાદ માં બનાવવા માં આવેલ.

આ દિવસે મુસ્લિમ બિરાદરોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને મોટી સંખ્યામાં તાજીયામાં જોડાયા હતા. અને આ પર્વ એ કોઈ અનિશ્ચિત ઘટના ના બને તે માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image