ડુગરવાડા હાઇસ્કુલ ખાતે શિક્ષક વિદાય સમારંભ તથા આરો પ્લાન્ટ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. - At This Time

ડુગરવાડા હાઇસ્કુલ ખાતે શિક્ષક વિદાય સમારંભ તથા આરો પ્લાન્ટ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો.


ડુગરવાડા ખાતે આવેલ શ્રીમતી એમ .કે. કડકીયા વિદ્યાલય માં ફરજ બજાવતા શ્રી કિરીટભાઈ મોહનલાલ પટેલ જેવો વયમર્યાદા ના કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ આજરોજ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ માટે ઠંડા મિનરલ આરો પ્લાન્ટ ના દાતાશ્રી મનોજભાઈ ધીરજભાઈ પટેલ જેઓએ તેમના માતબર દાનથી શાળાના બાળકો માટે શુદ્ધ, ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવ્યું હતું. દાતાશ્રી ધીરજભાઈ ના હસ્તે મિનરલ આરો પ્લાન્ટ નું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રાર્થના હોલ ખાતે વય નિવૃત્તિ લઈ રહેલ શ્રી કિરીટભાઈ મોહનભાઈ પટેલ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શરૂઆતમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ શાળાની ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.વય મર્યાદા ના કારણે નિવૃત્ત થઈ રહેલ શ્રી કિરીટભાઈનું શ્રી ડુગરવાડા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી દ્વારા ફુલહાર શ્રીફળ સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના સ્ટાફગ દ્વારા નિવૃત્ત થઈ રહેલ શ્રી કિરીટભાઈ પટેલ સાહેબનું ફૂલહાર, ભેટ અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લઈ રહેલ સાહેબ શ્રી માટે વિદ્યાર્થીઓ દ્વારા શાબ્દિક સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓએ ભેટથી પણ શિક્ષક શ્રી ને સન્માનિત કર્યા હતા. શાળાના બાળકો કે જે તાલુકા અને જિલ્લા લેવલે નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી કિરીટભાઈ પટેલે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કાર્ય કરવું ભલે ઓછું જ કાર્ય થાય પણ શ્રેષ્ઠ કાર્યજ કરવું તે શિખામણ આપી હતી. નિવૃત્ત થઈ રહેલ શ્રીકિરીટભાઇ પટેલ સાહેબ દ્વારા કેળવણી મંડળને રૂપિયા 51 હજારનું માતબર દાન પણ આ પ્રસંગે આપવામાં આવ્યું હતું. અંતે શાળાના જ્ઞાન સહાયક શ્રીમતી કિંજલબેન પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો તથા ઉપસ્થિત મહિમાનો માટે અલ્પાહાર ની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષણ સહાયક શ્રી ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.