સુરેન્દ્રનગર થાનગઢ અને ધાંગધ્રામાં નશાકારક સીરપ વેચાણ અંગે જીલ્લા પોલીસના દરોડા
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નશાકારક સિરપની બોટલો નંગ 15023 કિ.રૂ.21,26,510 નો મુદ્દામાલ જપ્ત કરી FSL ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સીરપના કારોબારનો પર્દાફાશ કરી બોટલો નંગ 1023 કિ.રૂ.21,26,510 ની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર રૂદ્ર હેલ્થ કેરમાં એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 70 બોક્ષમાં બોટલો નંગ 2800 કિં.રૂ. 4,20,000 અને એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 141 બોક્ષમાં બોટલો નંગ 5640 કિ.રૂ. 8,46,000 અને જોરાવરનગર પોલીસ દ્વારા રતનપર શિવશક્તિ કોમ્પલેક્ષમાં મનવીર આયુર્વેદિ સ્ટોરમાંથી એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 90 બોક્ષમાં બોટલો નંગ 3600 કિં.રૂ. 5,40,000 અને એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 15 બોક્ષમાં બોટલો નંગ 600 કિં.રૂ. 90,000 નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર નવા જંક્શન માંડવરાયજી પાનના ગલ્લા અને શિવશક્તિ ગોડાઉનમાંથી કુલ બોટલો નંગ 2161 કિ.રૂ. 2,06,110, જ્યારે જોરાવરનગર પોલીસ દ્વારા માળોળ ગામેથી ખોડિયાર પાન નામની દુકાનમાંથી કુલ બોટલો નંગ 16 કિં.રૂ.1600 અને થાનગઢ પોલીસે ઘોડેશ્વર ફાટક પાસેથી ચાવડા પાનની દુકાનમાંથી બોટલો નંગ 40 કિં.રૂ. 4,000 નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર પતરાવાળી પાસેથી બોટલો નંગ 122 કિં.રૂ.12,200 અને સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા ધ્રાંગધ્રા એનેક્ષી સોડા શોપમાંથી બોટલો નંગ 38 કિં.રૂ.5700 અને ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા હુસેની પોલીસ શોપમાંથી બોટલો નંગ 6 કિં.રૂ.900 મળી સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સીરપના કારોબારનો પર્દાફાશ કરી કુ.રૂ. 21,26,510 ની કિંમતની કુલ 15023 બોટલો ઝડપી પાડી આ તમામ મુદામાલ એફએસએલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.