ધંધુકા સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ના પાણી પુરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ બેઠક યોજી
લોક પ્રશ્નો સાંભળી નીરાકરણ લાવવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધંધુકામાં બેઠક યોજી
નર્મદા કેનાલ અને પાણી પુરવઠા ના પ્રશ્નો હલ કરવા ઈજનેરોને તાકીદ કરી ધારાસભ્ય,પૂર્વ ધારાસભ્ય,પ્રાન્ત અધિકારી, મામલતદાર સહીત સમગ્ર વહીવટી તંત્રની હાજરી
અમદાવાદ જિલ્લાના ધંધુકા સર્કિટ હાઉસ ખાતે રાજ્ય ના પાણી પુરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ બેઠક યોજી લોક પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી.આ તકે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, પ્રાન્ત અધિકારી જોષી,ધંધુકા મામલતદાર ડાભી તથા સબંધીત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો, ભા.જ.૫ સંગઠનના હોદ્દેદારો સહીત વિશાળ સંખ્યામાં બેઠક સતત બે કલાક લગાતાર શરૂ રહી હતી.
બેઠકમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ તાલુકાના સરપંચો અને આગેવાનો ધ્વારા થયેલ રજુઆત ના પ્રશ્નો મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સમક્ષ રજૂ કર્યો હતા.જેમાં નર્મદા કેનાલ અને પાણી પુરવઠા બોર્ડ ને લગતા પ્રશ્નોનું નીરકરણ લાવવા રજુઆત કરી હતી.બન્ને વિભાગના અધિકારીઓને પ્રશ્નો નું નીરાકરણ સમય મર્યાદામાં લાવવા તાકીદ કરી હતી.પંથકના પચ્છમ અને હડાળા ગામ સહીતના ગામોની પાણીના પ્રશ્નોના નિકાલ કરવા મંત્રી એ અધિકારીઓનો ઉઘડો લીધો હતો.અન્ય સીમ ખેતરોમાંથી વરસાદી પાણીનો તાત્કાલીક નીકાલ કરવા સ્ટેટ સિંચાઈ ના અધિકારીઓને અને નર્મદા કેનાલના ઈજનેરોને સૂચના આપી હતી.પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર વખત પર, અડવાળ ધોળી ની સીમના પાણીનો નિકાલ કરવા રજુઆત કરી હતી.ઉપરાંત ધંધુકા
નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ મહારાજ ધ્વારા ધંધુકા શહેરમાં સપ્લાય થતા પાણી પુરવઠા નો પ્રશ્ન રજુ કર્યો હતો.જેમાં પંપીગ સ્ટેશનમાં વારંવાર મોટર બળી જાય અને શહેરને દસ થી બાર દિવસ પાણી પુરવઠો ન મળે જેના કારણે શહેરમાં પાણી વિતરણ સમયસર થઈ શકતુ નથી. પાણી પુરવઠા કચેરીને વારંવાર રજુઆત કરાય છે.પણ સ્ટોરમાં વધારાની મોટર રાખવામાં આવતી નથી. મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ પાણી પુરવઠા ના ઈજનેરો નો જવાબ માંગ્યો હતો.અને ગંભીરતા સમજી ધંધુકા શહેરનો પાણી પુરવઠો નિયમીત મળે તેમ કરવા તાકીદ કરી હતી.બેઠકમાં નર્મદા કેનાલ અને પાણી પુરવઠા ના ઈજનેરોને ધંધુકા શહેર અને તાલુકાના પ્રશ્નોનું નીરાકરણ લાવવા શું કામગીરી કરી તેનો રીપોર્ટ આપવા પણ તાકીદ કરી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.