વિંછીયા મામલતદાર દ્વારા આગેવાનોની ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જળસંચય માટેની બેઠક. - At This Time

વિંછીયા મામલતદાર દ્વારા આગેવાનોની ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જળસંચય માટેની બેઠક.


વિંછીયા મામલતદાર દ્વારા આગેવાનોની ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જળસંચય માટેની બેઠક.

વિંછીયા મામલતદાર અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા "જળ એ જ જીવન"નુ સૂત્ર સાર્થક થાઈ તેના માટે વધુમાં વધુ કારખાનામાં બોર રીચાર્જ થાય અને જમીનના જળ સ્ત્રાવ ઊંચા આવે એ બાબતે તમામને માહિતગાર કર્યા ને જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલ લક્ષ્યાંક અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું.
મામલતદાર સાહેબશ્રી આર.કે.પાંચાલ સાહેબ એ જણાવેલ કે, માનનીય પ્રધાનમંત્રીની જે યોજના છે ખેડૂતોને ઉત્પાદન ડબલ કરવું તેની વિચારધારા મુજબ સંપૂર્ણ પ્રકૃતિની રક્ષા સાથે જીવ-જંતુ અને માનવ જાતનો હિત જળવાય તેના માટે અમૃત સમાન વરસાદી શુદ્ધ પાણી નું જતન કરવા માટે દરેક સંસ્થાએ અને આગેવાનો તેમજ ગ્રામજનોએ જોડાય અને આ કાર્યને વધુ વેગ મળે તેના માટે પ્રાંત દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને માત્ર એક ફોન કરેલ અને સરસ મજાની મીટીંગ નું આયોજન કરી અને વરસાદી પાણીનું યોગ્ય જતન કેવી રીતે થાય તેની માહિતી આપી તેમાં બધાએ જોડાઈ જવું જોઈએ
સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨ વર્ષમાં ૨૦૦ થી વધુ ચેકડેમો રીપેરીંગ ઊંચા ઊંડા તેમજ નવા બનાવ્યા છે. અને તેનાથી અસંખ્ય ખેડૂતો , સમગ્ર માનવ જીવન અને પ્રકૃતિનાં કરોડો જીવોને વર્ષો ના વર્ષો સુધી ફાયદો થતો રહે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.આ કાર્યને વધુ વેગ મળે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના આગેવાનશ્રી રમેશભાઈ જેતાણી, વિઠલભાઈ બાલધા, મામલતદાર સાહેબશ્રી આર.કે.પંચાલ સાહેબ, પ્રેમ બાપુ સતરંગ મહંતશ્રી.તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ સાંકળીયા, જગદીશભાઈ ગઢવી પીપરડી ગૌશાળા, સોમભાઈ ગોહિલ, સલીમભાઈ રૂપાણી, ખોડાણી સંગ્રામભાઈ, પાંચાભાઈ ચૌહાણ, સંજયભાઈ જમોડ, સલીમભાઈ રુપારી, અભેસંગભાઈ ગોહિલ, કુલદીપભાઈ, ભુપતભાઈ, જયદીપભાઈ, વિછીયા મહાજન પાંજરાપોળ, અમરાપુર સંસ્થા, વગેરે ભાઈઓ હાજર રહયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.