રાજકોટ કાળીપાટ ગામ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ કાળીપાટ ગામ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.


રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતિ સદતંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ PCB ના અધિકારીઓ/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ સ્ટાફના મયુરભાઇ મેઘજીભાઇ, કિરતસિંહ વિક્રમસિંહ, હિરેનભાઈ ગોપાલભાઇ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ ભાવનગર હાઇ-વે કાળીપાટ ગામ પહેલા પરીક્ષીત નર્સરી સામે રોડ ઉપરથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ. પ્રકાશ ઉર્ફે પલુ દિપકભાઈ ખીમસુરીયા જાતે.અનુ.જાતિ ઉ.૨૮ રહે.નાની લાખાવડ તા.જસદણ જી.રાજકોટ. મુદ્દામાલ, સ્વીફટ કારનં.GJ-10-CJ-3494 કિ.રૂા.૨,૫૩,૦૦૦ નો કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.