ફાઇલ પ્રકરણમાં નિવૃત્ત સીટી ઇજનેર – નવ ઇજનેરોને ફરી નોટીસ : તપાસ ચાલુ
મ્યુનિ. કોર્પોરેશનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર પૂર્વ સીટી ઇજનેર અલ્પનાબેન મિત્રાના ઘરે નિવૃત્તિ બાદ વોટર વર્કસ વિભાગની ફાઇલો સાઇન કરાવવા લઇ જવાના પ્રકરણમાં પ્રાથમિક વિજીલન્સ તપાસ પૂરી કરવામાં આવી છે.
હવે પૂર્વ ઇજનેર અને ફાઇલોની હેરફેર કરનાર વોટર વર્કર્સ અને ડ્રેનેજ પ્રોજેકટના નવ ઇજનેરોને ફરી નોટીસ આપીને જવાબ પરથી કેવા પગલા લેવા તે નકકી કરવામાં આવશે તેવું આજે કમિશ્નર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું.
ગત મહિનાના આ પ્રકરણ અંગે વિજીલન્સ ઓફિસરે કમિશ્નરને પ્રાથમિક રીપોર્ટ આપી દીધો છે. આ અંગે કમિશ્નરે જણાવ્યું હતું કે, નિવૃત્તિ બાદ મનપામાં કોઇ નોંધ વગર ફાઇલો ઇજનેરના ઘરે પહોંચાડવામાં આવ્યાનું ધ્યાન પર આવ્યું હતું અને તેનું રોજકામ પણ કરાયું હતું.
અધિકારીઓની તપાસમાં કોર્પો.માં ફરજ બજાવતા નવ અધિકારીઓની ફરજમાં ચૂક પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઇ રહી છે. તો નિવૃત્તિ બાદ અધિકારીઓ તેમના કાર્યકાળની જરૂરી ફાઇલ સાઇન કરી શકે છે, પરંતુ આ માટે કોર્પો.માં કોઇ સત્તાવાર નોંધ થઇ ન હોય, નિવૃત્ત સીટી ઇજનેર સામે પણ તપાસ ચાલુ છે.
નિવૃત્ત અધિકારી અને અન્ય નવ ઇજનેરોને નવી નોટીસ આપવા સૂચના આપી દેવામાં આવી છે. તેઓને હવે વધુ જરૂરી જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. નિવૃત્ત અધિકારીના પેન્શન સહિતના હકક, હિસ્સા અંગે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
હવે આ અધિકારીઓને નોટીસ આપીને તેમની સામે શિક્ષાત્મક પગલા શા માટે ન લેવા તેનો જવાબ માંગવામાં આવશે. આ માટે ફરી ખાતાકીય તપાસ અધિકારીની નિમણુંક કરીને આગળની તપાસ ચાલુ રાખવામાં આવશે.
આ ફાઇલ પ્રકરણમાં કુલ નવ અધિકારી સામે તપાસ ચાલી રહી છે. હવે આગળની નોટીસ અને તેના પરથી આવનારા જવાબના આધારે આગળના પગલા નકકી થશે. આમ હજુ આ પ્રકરણમાં કલીનચીટ કે કડક પગલા કોઇ વાત ફાઇનલ થઇ નથી અને નવી તપાસ, નોટીસ બાદ આગળની કાર્યવાહી થશે તેમ સમજવામાં આવે છે.
કયાં કયાં ઇજનેરોને ફરી નોટીસ અપાશે
ડીઇઇ કપિલ જોશી
ડીઇઇ દિવ્યેશ ત્રિવેદી
ડીઇઇ વી.એચ.ઉમટ
ડીઇઇ એચ.એમ.ખખ્ખર
એએઇ અશ્વિન કણજારીયા એએઇ હિરેનસિંહ જાડેજા
એએઇ દેવરાજ મોરી
એઇ રાજેશ રાઠોડ
વર્ક આસી. અંકિત તળાવીયા
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.