આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા ભારતમાં લાગુ થયેલ નવા કાયદાઓના અનુસંધાને નાગરિકો માટે એક લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું - At This Time

આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા ભારતમાં લાગુ થયેલ નવા કાયદાઓના અનુસંધાને નાગરિકો માટે એક લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું


ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે ભારત સરકાર દ્વારા પહેલી જુલાઈથી લાગુ થયેલા નવા કાયદાઓના અનુસંધાને નાગરિકો માટે ગોંડલ ચોકડી પાસે આવેલ " શ્રી હરી નમકીન કંપની"માં આવેલ હોલમા એક લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ આ લીગલ સેમિનારમાં આટકોટના પી.એસ.આઇ જે.એચ.સિસોદિયા તથા પોલીસ કર્મચારીગણ તેમજ જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી અને એડવોકેટ મહાવીરભાઈ બસિયા હાજર રહેલા આ લીગલ સેમિનારમાં નાગરિકોને જુના કાયદાઓ અને નવા કાયદાઓ વિશે માહિતી આપવામાં આવેલી જેમાં પહેલી જુલાઈથી ભારતીય દંડ અધિનિયમ- ૧૮૬૦ ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ તેમજ ફોજદારી કાર્યવાહી અધિનિયમ - ૧૮૭૩ ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સહિતા - ૨૦૨૩ તેમજ ભારતીય પુરાવા અધિનિયમ - ૧૮૭૨ ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ - ૨૦૨૩ થી ઓળખાશે આમ ઘણી બધી કલમોમાં તેમજ સજાઓમાં તેમજ દંડની જોગવાઈઓમાં સુધારાઓ કરવામાં આવેલ છે તેમજ પોલીસ પ્રક્રિયા તેમજ ન્યાયાલયની પ્રક્રિયા વધુ ઝડપી અને તટસ્થ બનાવેલ છે આમ આટકોટના પી.એસ.આઇ જે.એચ. સિસોદિયા તથા આટકોટ પોલીસ સ્ટેશનના કર્મચારીગણ તેમજ જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી અને એડવોકેટ મહાવીરભાઈ બસિયા સાહેબે નાગરિકોને ભારત સરકાર દ્વારા પહેલી જુલાઈથી લાગુ થયેલા કાયદાઓ વિશે માહિતી-માર્ગદર્શન આપ્યું હતું આમ આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા આ લીગલ સેમીનારનું આયોજન કરવા બદલ અને નવા કાયદાઓની માહિતી-માર્ગદર્શન આપવા બદલ ઉપસ્થિત તમામ અધિકારીઓનો તેમજ પોલીસ સ્ટેશનનો નાગરિકોએ આભાર વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.