સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાનાં ગ્રામીણ બેરોજગાર બહેનો માટે મહિલા દરજીકમ" તાલીમ (સીવણક્લાસ) બાબત* - At This Time

સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાનાં ગ્રામીણ બેરોજગાર બહેનો માટે મહિલા દરજીકમ” તાલીમ (સીવણક્લાસ) બાબત*


*સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાનાં ગ્રામીણ બેરોજગાર બહેનો માટે મહિલા દરજીકમ" તાલીમ (સીવણક્લાસ) બાબત*
******
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા દ્વારા મહિલા સિલાઈકામ ની તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ લેવા માટે ઈચ્છુક બેરોજગાર બહેનોને અરજી કરવા આથી જાણ કરવામાં આવે છે. આ તાલીમ 30/09/2024 ના રોજ શરુ થશે. આ તાલીમનો સમયગાળો 30 દિવસનો રહેશે. તાલીમ દરમ્યાન સંસ્થા દ્વારા નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.પ્રશિક્ષિત અને અનુભવી સર્ટીફાઈડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે.તાલીમના અંતે NCVT/સરકાર માન્ય તાલીમનું સર્ટિફિકેટ આપવામાં આવશે. તાલીમ બાદ વ્યવસાય શરૂ કરવા અને બેંક ધિરાણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તાલીમનો સમય દરરોજ 9:30 થી 5:30 નો રહેશે.અરજી કરવાં માટે જરૂરી લાયકામાં ઉમર 18 થી 45 વર્ષ અને ગ્રામીણ BPL ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. વહેલા તે પહેલાનાં ધોરણે મહતમ ૩૫ ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવશે.આ તાલીમ માટે ઈચ્છુક ઉમેદવાર https://barodarsetisabarkantha.org/admission/ પર તા.29/09/2024સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.એમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
*****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image