રાજકોટમાં યુવતીના લગ્ન તોડાવી રાજસ્થાની શખ્સે દુષ્કર્મ આચર્યું: આરોપીની માતા અને કાકીએ ગર્ભપાત કરાવ્યું
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી પર રાજસ્થાની શખ્સે લગ્ન કરવાની લાલચ આપી યુવતીના રાજસ્થાનમાં થયેલ લગ્ન તોડાવી નાંખી રાજસ્થાન અને રાજકોટમાં અનેકવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દિધા બાદ લગ્ન કરવાની ના પાડી આરોપીની માતા અને કાકીએ છેતરપીંડીથી ગર્ભપાતની દવા પિવડાવી ગર્ભપાત કરાવી નાંખતા યુવતીને સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે હાલ રાજકોટમાં ખોડિયારનગર પાસે પાવર હાઉસની બાજુમાં રહેતી 19 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રહલાદ મુન્નારામ ભાટી, સમદિબેન મુન્નારામ ભાટી અને મનીષાબેનનું નામ આપતા યુનિવર્સિટીમાં પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તેણી તેના પિતા, ભાઈ, બહેન અને જીજાજી સાથે રહે છે. તેણી છેલ્લા ચારેક માસથી તેના પિતાજીના ઘરે રહે છે. તેમના ફુઇ લક્ષ્મીબેન જે રાજકોટમાં રહેતાં મુન્નારામ બાબુરામ ભાટીના મોટા ભાઈ બંસીલાલ છે. મૂળ રાજસ્થાનના મુન્નાલાલના પત્નિ તથા તેનો દિકરો પ્રહલાદ રાજકોટમાં રૈયાધારમાં રહે છે. તેણી પ્રહલાદને છેલ્લા ચારેક વર્ષથી ઓળખે છે. બન્ને વચ્ચે ઓળખાણ બાદ પ્રેમસબંધ થયેલો હતો. બંને અવારનવાર રાજસ્થાનમા મળતા હતાં.
તેણીના લગ્ન રાજસ્થાનના જોધપુરના મિઠાપુર ખારી ગામે મુકેશ નામના યુવક સાથે દોઢેક વર્ષ પહેલા થયેલા અને લગ્ન બાદ તે પંદરેક દિવસ ત્યાં રોકાયેલી ત્યારે તેણીના પતિ મુકેશને પ્રહલાદ સાથે પ્રેમ સબંધ હોય તેની વાત કરેલી અને મુકેશ સાથે ક્યારેય શરીર સબંધ બાંધેલ નહીં અને પંદરેક દિવસ ત્યાં રોકાઈ બાદ પરત મારા પિતાના ઘરે આવી ગયેલી હતી.
ચારેક માસ પહેલા રાજકોટ પિતાના ઘરે રોકાયા બાદ પ્રહલાદ સાથે રાજકોટમા અવાર નવાર મળતાં તે બાબતની જાણ તેણીના પીતાને થતા તેઓ પરિવાર સાથે રાજકોટથી રાજસ્થાન એકાદ માસ પહેલા જતા રહેલા હતાં. ત્યાં દસેક દિવસ રોકાયા બાદ તેણીના પિતાને જાણ કર્યા વિના પ્રહલાદના ઘરે જતી રહેલી હતી. પ્રહલાદ રાજકોટથી રાજસ્થાન આવેલો અને યુવતી પણ તેની સાથે ગયેલી તે પહેલા તેણીએ મુકેશ સાથે છુટાછેડા કરી લિધેલ હતાં.
બાદ તે પ્રહલાદના ઘરે જઈ તેની સાથે પત્નિ તરીકે રેહતી હતી. ત્યારે પ્રહલાદએ કહેલ કે, આપણે કોર્ટ મેરેજ કરી લેશુ અને રાત્રીના પ્રહલાદના મકાનમા બન્ને એક રૂમમાં સુતા ત્યારે પ્રહલાદ શરીર સબંધો બાંધવાનુ કેહતા તેને લગ્ન આગળ વધસુ કહી ના પાડતાં તે માનેલ નહી અને તારી સાથે લગ્ન કરી લઇશ તેમ કહી મરજી ન હોવા છતાં શરીર સબંધ બાંધેલ અને અગાઉ રાજકોટ તેણીના પિતાના ઘરે હતી ત્યારે ત્રણેક માસ અગાઉ પ્રહલાદ મને મળવા આવેલો અને રાત્રીના સમયે પરિવાર સુઇ ગયા બાદ બાઈક પર ગોંડલ ચોકડીથી આગળ સુમસાન અવાવરૂ જગ્યાએ લઇ ગયેલ અને ત્યાં તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધેલ હતાં. ત્યારબાદ આ જગ્યાએ પ્રહલાદ તેણીને અવારનવાર લઈ જઈ શરીર સબંધ બાંધતો હતો.
દિવાળીના તેહવારના તેણી ગર્ભવતી હોવાની શંકા જતા ટેસ્ટ કરાવતા ગર્ભવતી હોવાનુ મને જણાતા પ્રહલાદને વાત કરતા તેમને કહેલ કે, તુ ચિંતા ન કર હુ તારી સાથે લગ્ન કરી લઈશ આમ વિશ્વાસમા લેતા વીસેક દિવસ પેહલા રાજસ્થાન તેમના ગામથી નિકળી પ્રહલાદના ઘરે રેહવા જતી રહેલી હતી. ત્યાંથી પ્રહલાદ તથા તેની માતા સમદીબેન, તેના પિતા મુન્નાલાલ સાથે રાજકોટ આવવા પંદરેક દિવસ પહેલા નિકળેલા ત્યારે બસમા બેસતી વખતે પ્રહલાદે તેમને કહેલ કે, મારે તારી સાથે લગ્ન નથી કરવા કહી તે બસમાં સાથે આવેલ નહીં અને તે આરોપીના માતા-પિતા સાથે રાજકોટ આવ્યા બાદ પ્રહલાદની માતા સમદીબેન તથા કાકી મનીષાબેને તેણી ગર્ભવતી છે માટે તને કમજોરી ન આવે તેમ કહીં દવાખાને દવા લેવાની છે કહી લઈ ગયા અને દવા અપાવેલી બીજા દિવસે ગર્ભપાત જેવું થઇ જતા ખબર પડેલી કે, પ્રહલાદની માતા તથા કાકીએ દવા અપાવેલી તે ગર્ભપાત કરાવવાની હતી.
તેણીને ગર્ભપાત થઈ લોહી નિકળવા લાગતા આ બાબતની જાણ રૈયાધારમા રહેતા તેના કાકા-કાકીને કહેતા તેઓ તેના ઘરે લઇ ગયેલા અને ગઈ રાત્રીના પેટમાં ફરીવાર દુખાવો ઉપડતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે માતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.