*કોડીનાર ખાતે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો* - At This Time

*કોડીનાર ખાતે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો*


*કોડીનાર ખાતે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો*
----------------
*ઘરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ,સહાય અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની સેવાઓ વિશે મહિલાઓને જાગૃત્ત કરાઇ*
----------------
ગીર સોમનાથ,તા.૧૭:જિલ્લાનાં મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સરદાર નગર કમ્યુનિટી હોલ કોડીનાર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત મહિલા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન રાઠોડ દ્વારા ઘરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ, અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત ઘરેલુ હિંસાથી પીડિત મહિલા સહાય અને માર્ગદર્શન વિશે વિસ્તૃત માહિતી પુરી આપવામાં આવી હતી, તેમજ ફિલ્ડ ઓફિસર દ્વારા મહિલાલક્ષી યોજનાઓ જેવીકે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપાં આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થીક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજનાની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ સાથેજ ઓએસસી, પીબીએસસી, ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની યોજનાકીય માહિતિ તેમજ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ લીગલ એડવોકેટ દ્વાર મહિલાઓને ફ્રીમાં મળતી કોર્ટ સેવા વિશે માહિતિ આપવામાં આવી હતી. અને ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત પ્રચાર પ્રસાર માટે કીટ અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ જાગૃતિ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, સી. ડી . પી.ઓ.ફિલ્ડ ઓફિસર DHEW ના જેન્ડર સ્પેશ્યિલીસ્ટ, મફત કાનૂની સેવા સત્તા મંડળ સ્ટાફ,૧૮૧ તેમજ મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.