ધોલેરા ગ્રામ પંચાયતના 1968થી 2012 સુધીના આકારણી રજિસ્ટર ગૂમ થયા . - At This Time

ધોલેરા ગ્રામ પંચાયતના 1968થી 2012 સુધીના આકારણી રજિસ્ટર ગૂમ થયા .


રજિસ્ટરના અભાવે મિલકત સંબંધી વિવાદની સંભાવના

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાને સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SI) તરીકે જાહેર થતા હાલમાં આ ધોલેરા વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને દેશ વિદેશની કંપનીઓના મૂડીરોકાણના કારકો જમીનોના ભાવ આસમાને પહોચી ગયા છે ત્યારે ભૂમાફિયાઓ પણ સક્રિય થયા છે. ધોલેરા ગ્રામપંચાયતના સન 1965થી 2012 સુધી આકારણી રજિસ્ટર્સ ગાયબ થઈ ગયા છે. તે કોલે ગાયબ કર્યા? કોની પાસે છે? તેવા સવાલ ઉઠાવી તેને શોષવા માટે ગામના રુદ્રદિપસિંહ ચુડાસમા દ્વારા ટી.ડી. ઓને લેખીત રજુઆત કરવામાં આવી હતી. આ અંગે ધોલેરા ટીડીઓ ડી.જે. પટેલનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

વર્ષો પહેલા પોલેરા બંદર તરીકે ઓળખાતું હતું ત્યારે ગામની વસતી 40 હજાર કરતા વધુ હતી પરંતુ બંદર બંધ થતા આ ગામની વસતી હાલમાં 2700ની છે ત્યારે ગામ લોકો પાસેથી મળતી માહિતી મુજબ જ્યારે 40 હજાર લોકો ગામમાં રેતા હતા અને અત્યારે 2700 લોકો ગામમાં રહે છે ત્યારે સ્થળાંતર થયેલ લોકોની
જમીનનું અત્યારે શું થયું? તેમની જમીન કોણ હડપ કરી ગયું? કોની પાસે છે તેની માહિતી પંચાયતના આકારણી રાજીસ્ટરમાં થાય છે. ત્યારે આ રજસ્ટર આખે આખા ગાયબ થઈ ગયા છે. આવનાર દિવસોમાં આ આકારણી રજીસ્ટર મુકે આંદોલન કરવાની ચીમકી ગામજનોએ આપી હતી.

ગ્રામ પંચાયતના સને 1968થી 2012 સુધીના આકારણી રજીસ્ટરો હાલના તલાટી કમમંત્રી પાસે સે ચાર્જમાં મળ્યા નથી અને
દ્વારા આકારણી રીવાઈન કરવાની કામગીરી ચાલુ કરાઈ છે. ગ્રામજનોને મિલ્કતના ટાઈટલ સંભી તકરારો ભવિષ્યમાં ઉપસ્થિત થવાની શક્યતા છે. જેથી 1968 થી 2012 સુધીના રજિસ્ટર તલાટી કમમંત્રીને મળવા જોઈએ, જે હજુ સુધી મળ્યા નથી.
રૂવદિપસિહ, પૂર્વ પ્રમુખ , ધોલેરા કોંગેસ સમિતિ

રજિસ્ટર ગુમ થયાની વાત જાણી છે પણ હું નવો આવ્યો છું ગ્રામજનો દ્વારા 1968 થી 2012 સુધીના આકારણી રજિસ્ટર શોષયા બાબતે ટીડીઓને રજુઆત કરી છે પરંતુ ગ્રામ પંચાયત ખાતે 2 માસથી મારી બદલી થઈ છે. ધર્મેદ્રસિંહ ચુડાસમા, તલાટી કમ મંત્રી

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.