સંત કબીર મેઇન રોડ શાકભાજી લેવાં ગયેલ વૃધ્ધાના પર્સમાંથી સોનાના ચેઇનની તફડંચી
સંત કબીર મેઇન રોડ શાકભાજી લેવાં ગયેલ વૃધ્ધાના પર્સમાંથી સોનાના ચેઇનની તફડંચી થતાં બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે રહેતાં વિજયાબેન ધરમશીભાઈ ઢોલરીયા (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના પતિ કીચનવેરની વસ્તુ બનાવાનું ઉત્તમ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનુ આજીડેમ ચોકડી પાસે આવેલ છે.
ફરિયાદી ગઇ તા.15/07/2023 ના રોજ બપોરે તેઓ માર્કેટિંગ યાર્ડ પાસે રાજશક્તિ સોસાયટીમાં રહેતાં તેમના ભાઇ જીવરાજભાઇના ઘરે બેસવા માટે ગયેલ હતી. બાદમાં સાંજે તેઓ તેના ભાઇના ઘર નજીક આવેલ ધરાહાર શાકભાઇના માર્કેટ ખાતે સંત કબીર રોડ ઉપર જાવુ હોય જેથી તેમને ગળામાં પહેરેલ પેન્ડલ વાળો સોનાનો ચેઇન રૂ. આશરે 80 હજાર તે તેની પાસે રહેલ પ્લાસ્ટીકની થેલીમા નાના પર્સમા મુકી દીધેલ અને પર્સમા આશરે 3200 રૂપીયા હતા. દરમિયાન તેઓ અલગ અલગ રેકડીએથી શાકભાજી લેતી હતી.
ત્યાર બાદ ફુટ માર્કેટની બાજુમાં સંત કબીર મેઇન રોડ ઉપર ઉભેલ મકાઇના ડોડાની લારી પાસે મકાઇના ડોડા લઇ તેના પૈસા આપવા મારી પાસે રહેલ થેલીમા રાખેલ નાના પર્સ લેવા જતા તેમા નાનુ પર્સ જોવામા આવેલ નહી જેથી મે આજુબાજુમા રોડ ઉપર ચેક કરતાં નાનું પર્સ કાળા કલરનુ ક્યાંય જોવામા આવેલ નહી.
જેથી કોઈ અજાણ્યા શખ્સો ફરિયાદીની થેલીમાં રહેલ પર્સમાં રાખેલ સોનાના ચેઇનની ચિલઝડપ કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે બી.ડિવિઝન પોલિસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.