પાટણ ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ મામલો : 15 વિદ્યાર્થી આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર - At This Time

પાટણ ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ મામલો : 15 વિદ્યાર્થી આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર


પાટણ....
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર..

પાટણ ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ મામલો : 15 વિદ્યાર્થી આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર

રેગિંગ કાંડના 15 સિનિયર આરોપી છાત્રોને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે..

પાટણ રેગિંગકાંડમાં 15 સિનિયર્સ કોર્ટમાં રજૂ કરાયા : કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, આરોપીઓના વકીલે રેગિંગને નિર્દોષ મસ્તી ગણાવી

પાટણ ની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતની ઘટનામાં ગતરોજ તા.19 નવેમ્બરના રોજ બાલીસણા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. તો પોલીસે પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરી પોલીસે મોબાઈલ કબજે કરવા, ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓ નું રીગિંગ કર્યું છે કે નહીં તે સહિતના 5 જેટલા મુદ્દાઓને લઈને રીમાન્ડની માંગણી કરી હતી. જોકે પોલીસે આ મુદ્દાઓને લઈ 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને સાક્ષી અધિનિયમન કાયદા અનન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા મુદ્દે રિમાન્ડ માંગ્યા હતા.ત્યારે બંને પક્ષના વકીલોએ દલીલો બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને મોડી સાંજે તમામ આરોપીઓને કોર્ટમાંથી પોલીસ મથક લઈ જવાયા છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજની આ ઘટના કે જ્યાં રેગિંગ દરમિયાન પ્રથમ વર્ષના MBBS ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું હાલમાં કોર્ટે આ રેગિંગ કરનાર 15 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં.

પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે..

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનીયર વિદ્યાર્થીઓ દ્વારા પછી પ્રથમ વર્ષના છાત્ર અનિલ મેથાણીયાના મોત પછી રેગિંગને લઈ રોજ નવા-નવા રહસ્યો બહાર આવી રહ્યા છે.ત્યારે મંગળવારે વાયરલ થયેલી એક વોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 200 વિદ્યાર્થીઓને પરિચયના નામે રેગિંગ કરવા જિલ્લા વાઈસ ગ્રુપ બનાવીને બોલાવાતા હતા. જુનિયર મારફતે મેસેજ કરાતા હતા.તો બીજી બાજુ 15 આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા 1 દિવસના રિમાન્ડ મળ્યા હતા.

પાટણની ધારપુર રેગિંગ ઘટનામા 15 વિદ્યાર્થીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા હોય આ દરમિયાન આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી કરાશે. ઉપરાંત સાંજે 5:00 વાગે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે કોર્ટના હુકમ મુજબ આગળની કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યું હતું.

આરોપી વિદ્યાર્થીઓ હવે કોર્ટના ચુકાદા સુધી અભ્યાસ કરી શકશે નહિ:-

15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હવે આ વિદ્યાર્થીઓ એકેડેમીની કોઈપણ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે હવે આ મામલામાં જ્યાં સુધી કોર્ટનું ફાઇનલ ચુકાદો નહીં આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ રહેશે. જેથી તેમનો પ્રવેશ હાલમાં સ્થગિત રહેશે. જેથી બીજી કોઈ કોલેજમાં પણ હવે આ પ્રવેશ લેવા જઈ શકશે નહીં જેથી ભવિષ્ય બગડી રહ્યું છે.

હોસ્ટેલોમાં સુરક્ષા વધારી છે અને વાલીઓમાં બાળકોની સુરક્ષાનો વિશ્વાસ અપાવવા પ્રયાસ:- હાર્દિક શાહ, ડીન,ધારપુર મેડિકલ કોલેજ

હાલમાં 1200 છાત્રો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. જેમાં બોયસ 800 છે જે જગ્યાએ ઘટના બની તે ત્રણ માળના બિલ્ડિંગમાં 90 વિદ્યાર્થીઓ રહે છે. આ ઘટનાને લઇ જે વિદ્યાર્થીઓનો રેગિંગનો ભોગ બન્યા હતા તેના પરિવારના સભ્યોને બોલાવી કાઉન્સેલિંગ કરી વિશ્વાસ અપાવ્યો છે. અને દરેક વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ હવે ભવિષ્યમાં આવીને કોઈ ઘટના ના બને માટે રેગિંગ કમિટીમાં ઉચ્ચ અધિકારી, વિદ્યાર્થી પોલીસ સહિતનાં સભ્યનો સમાવેશ કર્યો છે.દર અઠવાડિયે વિદ્યાર્થીની સમસ્યા સાંભળવામાં આવે છે અને દર ત્રણ મહિને કમિટીની મીટીંગ મળે છે તેવું હાર્દિક શાહ, ડીન,ધારપુર મેડિકલ કોલેજ જણાવ્યું હતું.

*આ 15 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે..*

• અવધેશ પટેલ
• હિરેન પ્રજાપતિ
• તુષાર ગોહલેકર
• પ્રકાશ દેસાઈ
• જૈમિન ચૌધરી
• પ્રવીણ ચૌધરી
• વિવેક રબારી
• ઋત્વિક લીંબાડિયા
• મેહુલ ઢેઢાતર
• સૂરજલ બદલદાણિયા
• હરેશ ચાવડા
• વૈભવકુમાર રાવલ
• પરાગ કલસરિયા
• ઉત્પલ વસાવા
• વિશાલ ચૌધરી

આ 15 સિનિયર સ્ટુડન્ટ્સમાંથી મોટા ભાગના સ્ટુડન્ટસના પિતા પણ તબીબ હોવાનું સામે આવ્યું છે. સાથેજ જે પંદર સિનિયર સ્ટુડન્ટ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે તમામ પુખ્ત વયના 18 વર્ષથી મોટી ઉંમર ના હોવાનું જાણવા મળેલ છે.

*હોસ્ટેલમાં આવવાથી લઈ અનિલના મૃત્યુ સુધીનો ઘટનાક્રમ:-*

21 ઓક્ટોબર
અનિલ મેથાણિયા હોસ્ટેલમાં આવ્યો.

16 નવેમ્બર
સિનિયરોએ રાતના 7.30: વોટ્સએપ મેસેજ કર્યો

મેસેજમાં 8.30 વાગ્યે B બ્લોકમાં બોલાવવામાં આવ્યા

જુનિયર્સ 8.30 વાગ્યે B બ્લોકમાં પહોંચ્યા

8.30થી 9 વાગ્યા સુધી ઉભા રાખ્યા

9 વાગ્યા પછી તમામને બેસાડી દીધા

9:15 વાગ્યા પછી 6-7 બીજા સિનિયર આવ્યા

12 વાગ્યે અચાનક જ અનિલ ઢળી પડ્યો

2.30 વાગ્યે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.