કોલકાતા રેપ-હત્યા, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:ડોક્ટરોની ભૂખ હડતાળનો 10મો દિવસ, TMC સાંસદનો કટાક્ષ- હોસ્પિટલમાં દાખલ થવાના આ ઉપવાસ - At This Time

કોલકાતા રેપ-હત્યા, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:ડોક્ટરોની ભૂખ હડતાળનો 10મો દિવસ, TMC સાંસદનો કટાક્ષ- હોસ્પિટલમાં દાખલ થવાના આ ઉપવાસ


​​કોલકાતામાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યાના વિરોધમાં ડોક્ટરોનું પ્રદર્શન ચાલુ છે. 5 ઓક્ટોબરથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસનો આજે 10મો દિવસ છે. 14 ઓક્ટોબરે અન્ય એક ડોક્ટરની તબિયત બગડતાં તેમને CCUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂખ હડતાળના કારણે અત્યાર સુધીમાં 4 ડોક્ટરોની તબિયત લથડી છે. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે મંગળવારે સુનાવણી કરશે. 30 સપ્ટેમ્બરે થયેલી સુનાવણીમાં CJI બેન્ચે નેશનલ ટાસ્ક ફોર્સ પાસેથી કેસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. બીજી તરફ, TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ભૂખ હડતાળને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનાથી વિવાદ સર્જાયો છે. કલ્યાણે તેને હોસ્પિટલમાં દાખલ થવાની ભૂખ હડતાળ ગણાવી હતી. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. આ અંગે 42 દિવસ સુધી દેશભરમાં ડોક્ટરોએ પ્રદર્શન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પૂછ્યું હતું કે આરજી કર કેસની તપાસ પ્રક્રિયા કેટલી આગળ વધી છે. CJIએ તપાસ હેઠળના લોકોના નામોની યાદી કોર્ટને સોંપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. 14 ઓક્ટોબરે સીનિયર વકીલ ઈન્દિરા જય સિંહે માંગ કરી હતી કે મામલો ગંભીર બની ગયો છે, તેથી તેની સુનાવણી વહેલી થવી જોઈએ. જેના પર કોર્ટે આજની તારીખ માટે યાદી આપવાનું કહ્યું હતું. કલ્યાણ બેનર્જીનો ટોણો- ખરેખરમાં આ ઉપવાસ નથી
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ડોક્ટરોની હડતાળ પર સવાલ ઉઠાવતા કહ્યું- આ કેવા પ્રકારની ભૂખ હડતાલ છે? તે વિરોધ સ્થળથી શરૂ થાય છે અને હોસ્પિટલમાં દાખલ થયા પછી પુરા થાય છે. અમે જાણીએ છીએ કે ભૂખ હડતાળ એ આમરણાંત ઉપવાસ છે, હોસ્પિટલમાં દાખલ થવા માટે ઉપવાસ નથી. આ ડોકટરો શું કરી રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ થવા માટેના ઉપવાસ છે. ટીએમસી સાંસદે ભૂખ હડતાળની સમય મર્યાદા પર પણ સવાલ ઉઠાવ્યા અને દાવો કર્યો કે તે વિરોધ સ્થળથી શરૂ થાય છે અને હોસ્પિટલમાં સમાપ્ત થાય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પ્રદર્શનકારીઓનો મુખ્ય ધ્યેય મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવાનો અને હોસ્પિટલમાં દાખલ થવાનો હતો. બેઠક બાદ ડોક્ટરે કહ્યું- મમતા સરકાર અહંકારી થઈ ગયા છે
સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંત સાથે બેઠક યોજાઈ હતી, જે કોઈ પરિણામ વિના પુર્ણ થઈ હતી, બેઠકમાંથી બહાર આવ્યા પછી, પશ્ચિમ બંગાળ ડૉક્ટર્સ ફોરમના પ્રમુખ ડૉ. કૌશિકે કહ્યું, 'કંઈ થયું નથી, પરિણામ શૂન્ય છે. 10 દિવસ થયા છે, 4 ડોક્ટર ICUમાં છે અને એક ખૂબ જ બીમાર છે. અમે સરકારને વિનંતી કરી કે તેઓ વિરોધ કરી રહેલા ડોકટરો સાથે વાત કરે, પરંતુ તેઓએ કહ્યું કે તેઓ જોશે, તેમને મંજુરીની જરૂર પડશે. તેઓ અહંકારી બની રહ્યા છે. ક્રમશઃ વાંચો ભૂખ હડતાળ દરમિયાન શું થયું... 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર ​​​​​​​​​​ડોકટરોએ અગાઉ 5 માંગણીઓ રજૂ કરી હતી, જેમાંથી સરકારે 3 પુરી કરી હતી... પછી ભૂખ હડતાલ પર બેઠા બળાત્કાર-હત્યાની ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્ટરો 10 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર સુધી 42 દિવસની હડતાળ પર ઉતર્યા હતા. ડોક્એટરો અગાઉ સરકાર સમક્ષ 5 માંગણીઓ મૂકી હતી. જેમાંથી સરકારે 3 માંગણીઓ સ્વીકારી હતી. સીએમ મમતાએ અન્ય બે માંગણીઓ અને શરતો પર વિચાર કરવાની ખાતરી આપી હતી. આ પછી ડોક્ટરોએ હડતાળ સમેટી હતી. તેઓ હોસ્પિટલોમાં કામ પર પાછા ફર્યા હતા. 27 સપ્ટેમ્બરના રોજ, સાગર દત્તા હોસ્પિટલમાં 3 ડોકટરો અને 3 નર્સોની મારપીટનો મામલો સામે આવ્યો હતો, જેના કારણે ડોકટરો રોષે ભરાયા હતા અને 1 ઓક્ટોબરથી ફરી હડતાલ શરૂ કરી હતી. 4 ઑક્ટોબરે, જુનિયર ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી હતી, પરંતુ હડતાળ ચાલુ રાખી હતી. તેમણે કહ્યું કે અમે કામ પર પાછા ફરી રહ્યા છીએ કારણ કે સરકારી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, તેમણે રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી તેણે ઉપવાસ શરૂ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.