કોલકાતા રેપ-મર્ડર કેસ:CJIએ કહ્યું- ટાસ્ક ફોર્સ બનાવી રહ્યા છીએ, તે ડોક્ટરોની સુરક્ષા માટે પ્લાન આપશે, વધુ એક રેપની રાહ નથી જોવી
કોલકાતા રેપ-મર્ડર કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ છે. ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. CJIએ કહ્યું- આ માત્ર કોલકાતાનો મામલો નથી, આ સમગ્ર દેશના ડોક્ટરોની સુરક્ષાનો મામલો છે. સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટના રોજ સુઓમોટો લીધી હતી. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તબીબોએ પ્રદર્શન કર્યું હતું. દેશભરના તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. 14 ઓગસ્ટની મોડી રાત્રે એક ટોળું એ જ હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. 19 ઓગસ્ટના રોજ ડોકટરો અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે બેઠક યોજાઈ હતી. આ અંગે સર્વસંમતિ ન હતી. FAIMA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન) એ તેમની હડતાળ ચાલુ રાખી. આરોપીનો લાઇવ ડિટેક્ટર ટેસ્ટ થશે ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયનો લાઇવ ડિટેક્ટર ટેસ્ટ થશે. કોલકાતા કોર્ટે આ માટે સીબીઆઈને મંજૂરી આપી છે. સંજય 10 ઓગસ્ટથી પોલીસ કસ્ટડીમાં છે. સીબીઆઈની એક ટીમ સોમવારે (19 ઓગસ્ટ) સાંજે કેટલાક વિસ્તારોના સીસીટીવી કેમેરામાંથી સીસીટીવી ફૂટેજ મેળવવા કોલકાતા પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરજી કર હોસ્પિટલમાંથી પહેલીવાર બહાર નીકળ્યા બાદ આરોપી સેક્સ વર્કરોના વિસ્તારમાં ગયો હતો, પરંતુ તેણે ત્યાં માત્ર દારૂ પીધો હતો. હવે સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી તે ક્યાં અને કયા ઘરે ગયો હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.