કોલકાતા રેપ-હત્યા કેસ, આરોગ્ય ભવન સામે પ્રદર્શન ચાલુ:જુનિયર ડોકટરોએ અભયા ક્લિનિક ખોલ્યું, રસ્તા પર દર્દીની સારવાર કરી રહ્યા છે; પ્રદર્શનનો આજે 36મો દિવસ - At This Time

કોલકાતા રેપ-હત્યા કેસ, આરોગ્ય ભવન સામે પ્રદર્શન ચાલુ:જુનિયર ડોકટરોએ અભયા ક્લિનિક ખોલ્યું, રસ્તા પર દર્દીની સારવાર કરી રહ્યા છે; પ્રદર્શનનો આજે 36મો દિવસ


કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ થયેલા ટ્રેઇની ડોક્ટરનો રેપ-હત્યાના વિરોધમાં જુનિયર ડોકટરોના પ્રદર્શનનો આજે 36મો દિવસ છે. સોલ્ટ લેક વિસ્તારમાં આરોગ્ય ભવન પાસે ભારે વરસાદ વચ્ચે સતત ચોથી રાત્રે ડોક્ટરોએ તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન તેમણે ટ્રેઇની ડોક્ટરના નામે અભયા ક્લિનિક ખોલ્યું હતું અને રસ્તા પર જ દર્દીઓની સારવાર શરુ કરી છે. ડોકટરોએ કહ્યું કે મીટીંગનું લાઈવ ટેલિકાસ્ટ કરવાની તેમની અપીલ સાચી છે કારણ કે ઘણી સરકારી મીટીંગોનું ટેલિકાસ્ટ કરવામાં આવે છે. અમે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ હોલની બહાર મુકાવવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુને પત્ર લખીને તેમની દરમિયાનગિરીની માંગ કરી
ડોકટરોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ મામલે દરમિયાનગિરી કરવાની માંગ કરી છે. તેણે ગુરુવારે (12 સપ્ટેમ્બર) રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર મોકલ્યો હતો. તેમણે લખ્યું- તમારો હસ્તક્ષેપ અમને ચારેબાજુ ઘેરાયેલા અંધકારમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે. દેશના વડા તરીકે, અમે અમારા મુદ્દાઓ તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ, જેથી અમારા કમનસીબ સાથી પીડિતોને ન્યાય મળે અને અમે, પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગ હેઠળના મંડિકલ પ્રોફેશનલો, ડર અને આશંકા વિના જનતા પ્રત્યેની પોતાની ફરજો નિભાવવામાં સક્ષમ થઈ શકીએ. આ મુશ્કેલ સમયમાં તમારો હસ્તક્ષેપ આપણા બધા માટે પ્રકાશના કિરણ તરીકે કામ કરશે, જે આપણને ઘેરાયેલા અંધકારમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે. - પ્રદર્શનકારી જુનિયર ડોક્ટર્સ, કોલકાતા તે જ સમયે, રેપ-હત્યાના આરોપી સંજય રોયના નાર્કો ટેસ્ટ માટે સીબીઆઈને મંજૂરી મળી નથી. આ માટે એજન્સીએ કોલકાતા કોર્ટમાં અરજી કરી હતી. અધિકારીએ કહ્યું કે જ્યારે જજે સંજયને નાર્કો ટેસ્ટ વિશે પૂછ્યું તો તે સંમત ન થયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.